જામનગર : ભાભી-દિયર વચ્ચે ખૂની ખેલ, દિયરની હત્યા, ભાભી મરણ પથારીએ હોસ્પિટલમાં

0
1445

જામનગર : જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં એક પરિવારમાં દિયર-ભાભી બચ્ચે થયેલ કોઈ બાબતના ઝઘડામાં લોહી રેડાયું છે. સવાર પોતાના ઘરે જ બંને વચ્ચે થયેલ છરી બાજીમાં દિયરનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. જયારે અતિ ગંભીર હાલતમાં મહિલાને સઘન સારવાર શરુ કરવામાં આવી છે. પોલીસે વારદાત પાછળનું કારણ જાણવા તપાસ શરુ કરી છે.

જામનગરમાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ,  શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ સત્યસાંઈ નગર, પ્રભાતનગરમાં રહેતા કિશન ફટુભાઈ પરમાર ઉવ આશરે ૩૦ અને તેના ભાભી હેતલબેન ગોપાલભાઈ પરમાર વચ્ચે આજે સવારે કોઈ બાબતે બોલાચાલી હતી. આ બોલાચાલી છરીબાજીમાં પરિવર્તન પામતા ભાભીએ દિયર કિશનને શરીરના ભાગે છરીના ઘા ઝીંકી દેતા યુવાન ઢળી પડ્યો હતો જો કે ભાભીના હુમલા પૂર્વે જ યુવાને પણ ભાભીને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે શરીરના ભાગે ઈજાઓ પહોચાડતા બંને લોહી લુહાણ થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા સીટી પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને લોહીથી  લથપથ હાલતમાં દિયર-ભાભીને હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે યુવાન કિસનનું રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ભાભી  હેતલને તાત્કાલિક ટ્રોમાં વોર્ડમાં ખસેડી સારવાર શરુ કરાવી હતી. દિયર-ભાભી વચ્ચે ક્યા કારણોસર ઝઘડો થયો તે બાબત હજુ સ્પષ્ટ થઇ નથી. પોલીસે મૃતકનો કબજો સંભાળી પોસ્ટ  મોર્ટમ કરાવવા સહિતની તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here