જામનગર: પ્રેમિકાના પરિજનોએ લગ્નની ના પાડી ને યુવાને કર્યું એવું…

0
678

જામનગરમાં પ્રેમની વાદી પર વધુ એક યુવાને પોતાનું બલિદાન આપ્યું છે. પ્રેમને સંસારનું રૂપ આપવામાં પ્રેમિકાના પરિજનો બાધારૂપ બનતા એક યુવાને જીવતરનો અંત આણ્યો છે. જેની સાથે પ્રેમ હતો તે યુવતીના પરિવારજનોએ તેણીના લગ્ન ન ઇચ્છતા યુવાનનો પ્રેમભગ્ન થયો, પોતાની પ્રેમિકા સાથે લગ્ન નહીં થઈ શકે એમ લાગતા યુવાને ઝેરી દવા પી જીવતરનો અંત આવ્યો છે.

આ જન્મે એકબીજા સાથે જ રહેવાના કોલ આપી સાચો પ્રેમ કરનાર અનેક પ્રેમી પંખીડાઓનો આ સંસારનો પ્રેમ અધુરો રહી જતો હોય છે ત્યારે પ્રેમમાં નિષ્ફળ યુગલ કોઈ અનિચ્છનીય પગલું ફરતું હોય છે આવા અનેક ઉદાહરણ ભૂતકાળમાં બની ચૂક્યા છે ત્યારે વધુ એક દાખલો જામનગરથી સામે આવ્યો છે. શહેરના હર્ષદની ચાલી પાસે કોમ્યુનિટી હોલની બાજુમાં રહેતા દેવજીભાઈ પરમારના 22 વર્ષીય યુવાન પુત્ર આર્યનને ફાલ્ગુની નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવાન આર્યન આ પ્રેમને સંસારનું રૂપ આપવા માગતો હતો પરંતુ ફાલ્ગુનીના પરિવારજનો આર્યનની સાથે ફાલ્ગુનીના લગ્ન ઈચ્છતા ન હતા. આર્યનનો પ્રેમ સંબધ ફાલ્ગુનીબેનના પરીવારને પસંદ ન હતો.

જેના કારણે પોતે પોતાના હાથે આર્યને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ હતું. આ બનાવના પગલે યુવાનના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પુત્રના મૃત્યુના પગલે દેવજીભાઈએ પોલીસમાં જાણ કરી હતી. જેને લઇને સીટી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here