જામનગર: મહીને જેને ૧૫ હજાર પગાર આપ્યો એ જ નોકર છઠ્ઠા મહીને પેઢીના દાગીના ગપચાવી ગયો

0
1128

જામનગર: પોતાના ધંધા-વ્યવસાય સંસ્થાન પર કોઈ અજાણી વ્યક્તિને નોકરી પર રાખતા પૂર્વે અને તેની પર વિશ્વાસ કરતા પૂર્વે સો વખત ચકાસી લેવા જોઈએ નહિતર જામનગરમાં સોની વેપારી સાથે થયું એવું કૃત્ય અન્ય વેપારીઓ સાથે પણ થઇ શકે છે.

શહેરના મહાવીર પાર્ક સોસાયટીમાં રહેતા એક સોની આસામીના સો રૂમમાં નોકરી કરતો સખ્સ છેલ્લા છ મહિનામાં સાડા છ તોલા દાગીનાની ચોરી કરી ગયો હોવાની સીટી સી ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ દાખલ થઇ છે. શહેરના મેહુલનગરમા ડો.વિરાણીના દવાખાનાની સામે ક્રિસ્ટલ કોર્નર  નામના એપાર્ટમેન્ટમાં ભવ્યભાઈ રસીકભાઈ પાલા રહે.શ્રીજી હોલની સામે મહાવીર પાર્ક સોસાયટી મેહુલનગર ટેલીફોન એક્સચેન્જ પાસે જામનગર વાળાનો આશીર્વાદ જવેલર્સ નામનો શોરૂમ આવેલ છે.

આ સો રૂમ તેઓના મોટાભાઇ ભ્રીગીભાઇ ચલાવે છે અને તેમા વહીવટ પિતા રશીકભાઈ રતીલાલ પાલા કરે છે અને આ શોરૂમમા માસિક ૧૫ હજારના પગારથી પ્રતીક અશોકભાઇ કુબાવત છેલ્લા એકાદ વર્ષથી નોકરી કરે છે. શોરૂમમા ગઈ તા.૦૮/૦૪/૨૦૨૪ ના રોજ દાગીના ચેક કરતા જેમાં અમુક દાગીના ઓછા જણાયા હતા. જેથી શોરૂમમાં કામ કરતા પ્રતીક અશોકભાઈ કુબાવત પર શક જતા દાગીના અંગે જીણવટથી તપાસ કરી હતી. જેમાં સોનાનો ચેઇન નંગ-૧ જેનુ વજન ૧૯ ગ્રામ અને ૯૩૦ મીલી થતુ હોય જેની કિ.રૂ. આશરે ૧.૩૧.૫૦૦, સોનાના ચેઇન નંગ-૨ જેનુ વજન ૧૭ ગ્રામ અ ને ૨૨૦ મીલીગ્રામ જેની કિ.રૂ. આશરે ૧.૧૩.૬૫૦, સોનાના પેંડલ નંગ-૨ તથા બુટી ૨ જોડી નંગ-૪ જે બંનેનુ વજન ૧૪ ગ્રામ અને ૬૪૦ મીલીગ્રામ જેની કિ.રૂ. આશરે ૯૬.૬૦૦,  સોનાના ૩ જોડી બુટી (નંગ-૬) જેનુ વજન ૧૪ ગ્રામ અને ૮૭૦ મીલીગ્રામ જેની કિ.રૂ. આશરે ૯૮૧૦૦ એમ મળી કુલ ૪.૩૯.૮૫૦ કિંમતના દાગીના ગુમ જણાયા હતા.

જેથી વેપારી પિતા પુત્રોએ પ્રતીકભાઇ અશોકભાઈ કુબાવતને ઘરે બોલાવી તેની પુપરછ કરતા તેઓએ આ મુદામાલની આશરે છેલ્લા છએક મહીનાના સમયગાળામા અલગ અલગ દિવસે અને સમયે શોરૂમમાથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેને લઈને સોની વેપારીએ સીટી સી ડીવીજનમાં પ્રતિક સામે ચોરી સબંધિત ફરિયાદ નોંધાવી હતી. સીટી સી ડીવીજન પોલીસે શકદાર આરોપીની અટકાયત કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here