જામનગર : એ વૃદ્ધે ઢળતી ઉંમરે શા માટે ઝેરી દવા પી જીવતર ટૂંકાવ્યુ હશે ? શોક

0
382

 જામનગર : જામનગર માં વાલ્મીકિ વાસ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના એક વયોવૃદ્ધ એ ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં વાલ્મીકિ વાસ વિસ્તારમાં વસંત વાટિકા શેરી નંબર -૧ મા રહેતા કાંતિભાઈ લાખાભાઈ મકવાણા નામના ૬૫ વર્ષના વયોવૃદ્ધે ગત ૮મીના ના દીવસે ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક પહોંચી, અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈ કાલે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે સફાઈ કામદાર તરીકે સેવામાં રહેલા મૃતકના પુત્ર ભરતભાઈ કાંતિભાઈ મકવાણા એ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here