જામનગર ઉતર બેઠક: ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની પર કયો વિસ્તાર વરસ્યો ?

0
16013

જામનગર ઉતર બેઠક પર આ વખતે ભાજપાએ સીટીંગ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને હટાવી જામનગરના જ ક્રિકેટર સેલીબ્રીટી એવા રવીન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાને ટીકીટ આપી દાવ ખેલ્યો હતો. ટીકીટ જાહેર થયા બાદ ભાજપામાં અસંતોષનું વાતાવરણ નિર્માણ પામ્યું પરંતુ ચૂંટણી આવતા બધું સમુસુતરું થઇ જતા આખરે રીવાબાનો ૫૩ હજાર ઉપરાંત મતથી વિજય થયો હતો. જે એક નવો જ કીર્તિમાન છે.

બીજી તરફ કોંગ્રેસે પ્રથમથી જ હથીયારો હેઠા મૂકી દીધા હોય તેમ ઉમેદવાર જાહેર થઇ ગયા બાદ પણ એક સપ્તાહ સુધી આજે પ્રચાર કરશું આવતી કાલે કરશું માં જ સમય પસાર કરી નાખ્યો, જયારે ભાજપાએ છેક કેન્દ્ર સહીત રાજ્ય અને સ્થાનિક પ્રચારકોની ટીમ ઉતારી જનતાનો વિશ્વાસ કાયમ કર્યો, સૌથી મોટી અસર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના બે માસમાં ત્રણ પ્રવાસ અને સભાઓ ચૂંટણી પ્રચારમાં મહત્વના સાબિત થયા હતા.

બીજી તરફ આમ આદમી પાર્ટીના દિલ્લીના મુખ્ય મંત્રી કેજરીવાલની બે મુલાકાત, એક હોલમાં અને બીજો ભવ્ય રોડ સો પણ કોંગ્રેસની નાલેશી માટે એટલો જ જવાબદાર નીવડ્યો, આમ આદમી પાર્ટીએ ભાજપાને ટક્કર આપી પ્રતિસ્પર્ધી ઉમેદવાર બની ખરાખરીનો જંગ ખેલ્યો હતો, આખરે આકડાઓ બધું કહી જાય છે કે કયો વિસ્તાર ભાજપાનો અને કયો વિસ્તાર આમ આદમી પાર્ટીએ કવર કર્યો છે. કોંગ્રેસ ક્યા કાચી પડી? નીચેના આકડાઓ બધું જ કહી જાય છે.

વિસ્તાર                કોંગ્રેસ    ભાજપા   આપ

જોડિયા ભૂંગા      ૧૧૨૮      ૩૦૪     ૧૮૨૫

બેડેશ્વર             ૩૫૩૯       ૩૧૬૬      ૪૬૩૭  

ધરારનગર-૧       ૭૫૧         ૬૬૪      ૧૦૩૯

ગાંધીનગર           ૨૩૦        ૧૪૭૨    ૨૦૯

પટેલકોલોની        ૫૩૨         ૩૪૫૪      ૪૩૯     

નવાગામ ઘેડ        ૩૫૦૪     ૧૫૭૩૪    ૩૬૧૯

પટેલ કોલોની        ૭૩             ૫૩૬      ૧૦૦  

મોમાઈનગર          ૨૮૧          ૭૨૪       ૧૫૪

વિકાસગૃહ            ૪૯૩          ૪૩૧૯      ૫૨૩

શાસ્ત્રીનગર             ૭૨            ૪૫૫        ૪૫

મચ્છરનગર-શાસ્ત્રીનગર    ૩૭        ૨૫૦        ૩૫

મેડીકલ કોલેજ           ૧૮૫         ૬૪૫         ૧૮૬

ભીમવાસ                ૫૭૩          ૪૦૨         ૬૮૮

પોલીસ હેડક્વાટર         ૩૨       ૨૩૩           ૯૬

આરામ કોલોની            ૧૮૮     ૯૧૨          ૮૮૭

જય-કો-ઓપરેટીવ સો.    ૧૨૩      ૧૪૭૭      ૭૩૭  

રાજનગર                    ૩૮        ૪૭૫           ૫૭

એરફોર્સ રોડ                ૭૬૨      ૨૮૧૭       ૩૫૮૦    

 રોયલ પુષ્પ પાર્ક           ૧૧૮      ૧૦૯૭         ૫૩૮

વુલન મિલ                  ૨૩૧      ૨૨૧૪        ૧૧૯૭

ગાયત્રીનગર                    ૩૧         ૩૩૬       ૩૨૫

સરદાર પટેલ સોસયટી       ૪૬          ૩૯૪       ૨૦૬

પંચવટી ગૌ શાળા           ૧૨૭         ૩૨૭          ૮૪

પંચવટી સોસાયટી            ૧૪૭         ૧૧૭૨      ૧૧૬

મહાવીર બી સોસાયટી       ૧૩૯       ૧૦૪૯      ૧૫૨

પેલેસ રોડ                      ૨૮૨     ૨૪૪૩     ૨૩૧

વાલ્કેશ્વરીનગર                  ૧૫૮     ૧૪૯૧     ૨૩૨

અંબર સિનેમા સામે            ૧૬       ૨૫૩      ૨૧

સાત રસ્તા રોડ     ૭૩       ૫૫૫    ૨૩૭ 

રાજપૂતપરા     ૫૪    ૩૧૯     ૪૦ 

લીમડા લાઈન   ૩૨૭     ૧૩૬૦    ૨૪૩

ટાઉનહોલ પાસે     ૧૭    ૯૫    ૩૬ 

બેડી ગેઇટ      ૯૧      ૩૧૭    ૭૦ 

નાગનાથ ગેઇટ    ૫૦૩    ૧૭૯૨     ૬૮૪  

રાધાકૃષ્ણ પાર્ક રાજકોટ હાઈવે   ૩૧૧   ૨૭૭૬  ૫૫૯  

ગુલાબનગર      ૧૩૦૮    ૬૯૯૫    ૨૧૯૭  

વિક્ટોરિયા બ્રીજ   ૮૩   ૪૨૧   ૧૨૪ 

ખંભાલીયા હાઈવે    ૧૮૦  ૧૦૦૪   ૯૦૭

વિકાસગૃહ રોડ   ૧૬૬   ૧૨૨૨   ૧૭૭

નાગેશ્વર કોલોની    ૧૭૩   ૧૫૭૩   ૩૪૩

વેલનાથ સોસાયટી    ૨૬૭    ૧૯૨૯  ૫૦૩ 

લાલવાડી           ૨૭૪     ૨૨૩૮   ૫૦૬

મહારાજા સોસાયટી   ૧૫૨૧   ૫૪   ૬૧૧

સનમ સોસાયટી   ૨૦૩૦  ૭૨૨  ૯૮૦  

બાલનાથ મોરકંડા રોડ   ૬૬૯   ૧૫૫૦   ૫૮૭

કાલાવડ રોડ    ૧૧૫    ૧૯૮૫   ૨૨૨

પાણાખાણ   ૬૫૧  ૬૩૯૮  ૨૨૫૪

રણજીતસાગર રોડ   ૪૨૧    ૫૫૪૦   ૧૩૦૩

પોસ્ટલ   ૧૮૪    ૭૧૬   ૪૪૭

ભાજપાના રીવાબા જાડેજાને કુલ ૮૮૮૩૫ મત

કોંગ્રેસના બીપેન્દ્રસિંહ જાડેજાને ૨૩૨૭૪ મત

આપના કરસનભાઈ કરમુરને ૩૫૨૬૫ મત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here