દ્વારકા: રસ્તો ઓળંગતા બાઈકને કારની ઠોકર, પિતા-પુત્રીના મોત

0
1091

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર ગામના પાટિયા પાસે ગઈ કાલે પુર ઝડપે દોડતી કારે જોરદાર ઠોકર મારતા બાઈક પરથી ફંગોળાઈ ગયેલ પિતા-પુત્રીને પહોચેલ ગંભીર ઈજાઓને લઈને બંનેના મૃત્યુ નીપજ્ય હતા. અકસ્માત નીપજાવી કાર ચાલક નાશી ગયો હતો. મૃત્યુ પામેલ પિતા-પુત્રી લાંબા ગામથી પટેલકા ગામ તરફ જતા હતા ત્યારે બંને અકસ્માતનો ભોગ બની ગયા હતા. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.

દેવભૂમિ દ્વારકા જીલ્લાનો ભાટિયા- હર્ષદ માર્ગ ફરી વખત લોહી તરસ્યો બન્યો છે. ગઈ કાલે દ્વારકા-પોરબંદર ધોરી માર્ગ પર આવેલ સતાપર ગામના પાટિએ બપોરે બે થી અઢી વાગ્યાના ગાળામાં એક મોટર સાયકલને પુર ઝડપે આવી ચડેલ આઈ ૨૦ કારે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. જેમાં રણજીતપર નવા ગામના મોટર સાયકલ ચાલક ઘેલુંભાઈ જેઠાભાઈ કરંગીયા અને પાછળ બેઠેલ તેમની પુત્રી રાધિકા બાઈકમાથી રોડ પર ફંગોળાઈ ગયા હતા. બાઈક પરથી હડસેલાઈ ગયેલ પિતા પુત્રીને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બંનેના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા.

બીજી તરફ અકસ્માત નીપજાવી કાર ચાલક નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ સવદાસભાઈ કરંગીયાએ અજાણ્યા કાર ચાલક સામે કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હતભાગી પિતા પુત્રી લાંબા ગામથી પટેલકા ગામ જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ બનાવના પગલે આહીર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here