જામનગર : ઘરમાં ઘુસી બે સખ્સોએ યુવાનને ધમકાવ્યો, કારણ છે આવું ?

0
228

જામનગર અપડેટ્સ :

જામનગરમાં ઇન્દિરા રોડ પર નટરાજ સીટ કવર નામની દુકાન પાસે રહેતા એક યુવાનને બે શખ્સોને ઘરમાં ઘુસી બિભત્સ વાણી વિલાસ આચરી ધમકી આપ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. એકાદ માસ પૂર્વે યુવાનને એક શખ્સ સામે થયેલ બોલચાલીનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.


જામનગરમાં ઇન્દિરા માર્ગ પર નટરાજ સીટ કવરની બાજુમાં વેલનાથ ડિલકસ નામની પાનની કેબીન પાસે રહેતા રાહુલભાઇ મેરૂભાઇ લીલાપરા નામના યુવાનના ઘરમાં ગઇકાલે પિન્ટુ પટેલ અને પ્રદિપસિંહ ઉર્ફે છોટીયો નામના બન્ને શખ્સો ઘુસી આવ્યા હતા. બન્ને શખ્સોએ રાહુલભાઇ સાથે જીભાજોડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એક માસ પૂર્વે રાહુલભાઇને યોગેશભાઇ રાજુભાઇ પરમાર નામના શખ્સ સાથે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીનો ખાર રાખીને યોગેશભાઇના બન્ને મિત્રોએ યુવાનને ધાક ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું.  પોલીસે બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here