જામનગર : ટ્યુશન સંચાલકે ભણવાવાનું છોડી શરુ કર્યો ક્રિકેટનો ડબ્બો પણ નશીબ ફૂટલું નીકળ્યું

0
896

જામનગર : જામનગરમાં પેરોલ ફર્લો સ્કવોડે નાગર ચકલા વિસ્તારમાં દરોડો પાડી આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતા ટ્યુશન સંચાલક સહીત ત્રણ સખ્સોને પકડી પાડ્યા છે. ટ્યુશન સંચાલકના ડબ્બા પર બે બુકી સહીત ૧૬ પન્ટરોની સંડોવણી ખુલવા પામી છે.

જામનગરમાં નાગર ચકલા વિસ્તારમાં સરાના કુવા પાસે રહેતો અંને ટ્યુશન ક્લાસ ચલાવતો તુષાર ઉર્ફે રાજુ હરીહર પંડ્યા નામનો સખ્સ ભણાવવાનું છોડી ક્રિકેટનો ડબ્બો શરુ કર્યો હોવાની પેરોલ ફર્લો સ્કવોડએ ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સમગ્ર સ્ટાફે દરોડો પડયો હતો જેમાં ટ્યુશન સંચાલક તુષાર અને તેની સાથેના અનીલ અર્જુનભાઇ દુલાણી, રહેવાસી સુંદરમ કોલોની  પુષ્કર એપાર્ટમેન્ટ બીજા માળે રૂમ નં.૨૦૨ નેશનલ કોલેજ પાછળ ચકલો અને સુરેશ  ઉર્ફે એસ.એસ. રીજુમલ કુકડીયા વાળા ત્રણેય સખ્સો હાલમા દિલ્હીમા રમાતી સનરાઇઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ ૨૦-૨૦ કિક્રેટ ક્રિકેટ મેચ ટીવીમા લાઇવ  પ્રસારણ નીહાળી મોબાઇલ ફોન ઉપર ગ્રાહકો સાથે તથા બુકીઓ સાથે વાતોચીતો કરી સેસન તથા રનફેર ઉપર મેચની હારજીતના પરીણામ અંગે મોબાઇલ ફોનથી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય સખ્સોના કબ્જામાંથી રૂપિયા રોકડ રૂપીયા ૩૬૦૦૦, ચાર મોબાઈલ ફોન અને ટીવી તથા સેટઅપ બોક્ષ સહીત રૂપિયા ૬૧,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા.

આ ડબ્બા પર   ભાવેશ નં.૯૯ મો.નં.૬૩૫૨૦૨૨૪૩૦ , પ્રવીણભાઇ (પી.વી) મો.નં.૮૦૦૦૮૧૧૮૧૧, પરેશ ભાનુશાળી  મો.નં. ૭૦૧૬૯૧૯૨૨૪, કે.કે ભટ્ટ (બરોડા) મો.નં.૯૮૨૪૨૯૦૧૬૩, બઠીયો મો.નં.૮૧૫૩૮૦૪૫૫૬, વીપુલ હાપા મો.નં. ૯૦૯૯૦૬૧૮૨૬, હીરેન ગંઢા મો.નં. ૯૭૩૭૪૨૬૧૭૮, રાજેશ ભાનુશાળી મો.નં.૯૮૯૮૮૪૫૫૭૩, મહેશ (પી.આર.એસ) મો.નં. ૯૬૩૮૧૮૬૯૮૬ તથા ૯૮૯૮૮૮૪૧૮૬, સુર્યાભાઇ (સેટેલાઇટ અમદાવાદ) મો.નં. ૭૫૬૭૫૦૬૧૭૦, અમીતભાઇ મો.નં.૯૨૬૫૦૧૬૯૮૭, વીપુલ-૯૯ મો.નં. ૯૨૭૬૦૭૭૩૭૭, શૈલેષ ઠાકર અમદાવાદ મો.નં.૯૮૨૫૨૦૮૮૨૨, કનુ મજીઠીયા મો.નં.૯૯૨૫૭૫૨૭૨૨ તથા ૯૦૮૧૭૬૧૫૨૬ રહે.જામનગર, ભજી મો.નં.૯૭૪૯૫૩૩૩૩૩ અને વિશાલ રહે. મુંબઇ મુલુન્દ મો.નં.૯૩૭૨૩૦૩૬૭૪ વાળા સખ્સો સટ્ટો રમતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ સખસોને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here