જામનગર: ભાભી સાથે આડા સબંધ ધરાવતા સખ્સને ઉઠાવી જઈ માર મારી છોડી મુકાયો

0
1815

જામનગર: શહેરના મયુરનગર વિસ્તારમાં રહેતા એક યુવાનનું કારમાં અપહરણ કરી દ્વારકા ધોરી માર્ગ પર લઈ જઈ, ત્રણ સખ્સોએ માર માર છોડી મુક્યાની ઘટના સામે આવી છે. આરોપી પૈકીના એક આરોપીના ભાઈના પત્ની સાથે યુવાનને અનૈતિક સબંધ હોવાથી આ ઘટના ઘટી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આડા સબંધ અંગે પરિવારને જાણ થઇ ગયા બાદ પણ ફરી બંને મળતા ઉસ્કેરાઈ ગયેલ આરોપીએ અન્ય સખ્સોની મદદથી યુવાનને ઉઠાવી લઇ ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં અનૈતિક સબંધની આડમાં યુવાનનું અપહરણ થયા બાદ માર માર્યાની ઘટના સામે આવી છે. શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં મયુરનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ કાનજીભાઈ સીતાપરા નામના યુવાનને ગત તા. ૧૮મીના રોજ તેના મિત્ર જયપાલસિંહ ચુડાસમાનો ફોન આવ્યો અને કમલેશભાઈની વાડીએ મળવા બોલાવ્યો હતો. જેને લઈને મહેશભાઈ મિત્રને મળવા પહોચ્યા હતા. જ્યાં મહેસભાઇ સીતાપરાને આ કામના આરોપી જયપાલસિંહ ચુડાસમા, રવીરાજસિંહ, રવીરાજસિંહના મીત્ર એમ ત્રણેય સખ્સોએ એકસંપ કરી, જબરજસ્તીથી અરટીગા ફોરવ્હિલ મોટરકારમા બેસાડી દીધો હતો. ત્યારબાદ મોટરકાર હંકારી યુવાનનું અપહરણ કરી શાપરગામ પાટીયા પાસે આવેલ એક ધાબા પાછળની જગ્યામાં લઇ ગયા હતા.

ખંભાલીયા તાલુંકામાં આવતા સાપર ગામે હોટેલ પાછળ આવેલ એક ઓરડી નજીક મહેશને ઉભો રાખી આરોપી જયપાલ અને રવિરાજસિંહએ લોખંડના પાઇપથી બન્ને પગમા માર મારી ઇજા પહોચાડી હતી તેમજ જમણા પગમા ફેક્ચર કરી, બીભત્સ વાણી વિલાસ આચરી ફરીવાર અરેટીગા ફોરવ્હીલ મોટરકારમા નાખી ગોકુલનગર જામનગરમા ઉતારી ફેકી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ સામે અપહરણ અને માર મારવા સબબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ૨૪ વર્ષની ઉમર ધરાવતા ઘાયલ યુવાન ગોકુલનગરમાં રહી મંડપ સર્વિસનો ધંધો કરે છે. લગ્ન થઇ ગયા હોવા છતા યુવાન મહેશને આરોપી જયપાલસિંહના ભાઈની પત્ની સાથે આડા સબંધો બંધાયા હતા. જેની અગાઉ જાણ થઇ જતા યુવતીના પરિવારજનોએ મહેશને સબંધ તોડી નાખવા કહ્યું હતું. જો કે તા. ૧૬મીના રોજ યુવતી દિવ્યાબેને મહેશને મળવા બોલાવ્યો હતો અને બંને મળ્યા હતા. મહેશનું ભાભીને મળવું પસંદ નહી પડતા અન્ય સખ્સો સાથે મળી જયપાલસિંહે અપહરણ કરી માર માર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here