જામનગર: આ રોડ સો નહી આ મોડ સો છે, સ્કુટર રેલી બની બુસ્ટર રેલી, હાલારની દીકરી શહેરમાં છવાઈ ગઈ

0
6056

જામનગર: લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માંડમ દ્વારા સતત બે દિવસ શહેરમાં ધૂવાધાર પ્રચાર જુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરની બંને વિધાનસભા બેઠકો પર સતત બે દિવસ સુધી બાઈક રેલી અને રોડ સોનું આયોજન કરવામાં આવ્યું, અપાર લોકચાહના ધરાવતા પુનમબેન માડમના પ્રચાર જુંબેશમાં સમગ્ર શહેર જોડાયું હતું અને હાલારની દીકરીનું થોડા થોડા અંતરે ફૂલહાર દ્વારા શહેરીજનો-વિવિધ સંસ્થાઓ અને પ્રબુદ્ધ નાગરિકોએ સ્વાગત કર્યું હતું.

લોકશાહીના મહાપર્વનો પ્રચાર જુંબેશ અંતિમ તબક્કામાં પ્રવેશી ચુક્યો છે ત્યારે જામનગર લોકસભા બેઠક પર ત્રીજી વખત રીપીટ થયેલ ભાજપના ઉમેદવાર પુનમબેન માડમ સિવાય કોઈ ઉમેદવાર કે પાર્ટી મેદાને ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જોડિયાથી માંડી જામજોધપુર અને કાલાવડ થી માંડી છેક બેટ દ્વારકા સુધી અવિરત અને લગાતાર લોકચાહના ધરવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા અંતિમ ચરણનો પ્રચાર શરુ કરાયો છે. છેલ્લા બે દીવસથી ભાજપાના ઉમેદવાર અને હાલારની દીકરી તેના વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે જામનગર શહેરમાં સતત પ્રચાર કરી રહી છે. પ્રથમ દિવસે જામનગર શહેરના ૭૯ જામનગર (દક્ષિણ) વિધાનસભાની વીશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. ભાજપાના ઉમેદવાર પુનમબેન માંડમ દ્વારા ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને મહાનગરપાલિકાના ભાજપના પદાધિકારીઓ અને ભાજપના સંખ્યાબધ કાર્યકરોની સાથે એમ્યુઝમેન્ટ પાર્કથી બાઈક રેલીનું આયોજન કરી પોતાના સમર્થકો સુધી પહોચ્યા હતા.

એમ્યુઝમેન્ટ પાર્કથી શરુ થયેલ આ રેલી સત્યમ કોલોની – કૃષ્ણનગર રોડ – પીપળાવાળા ચોક – શાંતિનગર,૪ – જનતા ફાટક – હર્ષદ માતાના મંદિર – જૂનો હૂડકો – આઈ લાઈન – એફ લાઈન – રઘુવીર ચોક – આર્ય પાન – સરદાર પટેલ ચોક – નવાનગર બેન્ક ચોક – હીરજી મિસ્ત્રી રોડ – જોલી બંગલૉ – ૫૮, દી પ્લોટ – હિંગળાજ ચોક – નવી નિશાળ – પાણી નો ટાંકો – મિલેટ્રી ગેઇટ – જેલ – પવન ચક્કી – નાનકપુરી – સાધના કોલોની – પટેલ પાર્ક – જડેશ્વર મંદિર – મહાવીરનગર – બાઈની વાળીનો મેઈન કોર્નર – જૂની આઈસ ફેક્ટરી – ક્રિષ્ના પાર્ક – કિશાન ચોક – પવન ચક્કી – આર્યસમાજ રોડ – ખંભાળિયા ગેઇટ – હવાઈ ચોક – સન્ટ્રલ બેન્ક – ચાંદી બજાર – દરબાર ગઢ – શાક માર્કેટ – દિપક ટોકીઝ – બેદી ગેઇટ – ઇન્દ્રપ્રસ્થ – પંચેશ્વર ટાવર – ભાજપ કાર્યાલય એ પૂર્ણ થઈ હતી. આ રેલી દરમિયાન ૧૨ લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમ નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પવનચક્કી સહીત અનેક સ્થળે ભવ્ય સ્વાગત, પુષ્પગુછ, હાર થી લોક લાડીલા સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને અનેક શુભચિંતકો, વડીલો દ્વારા વિજય તિલક કરવામાં આવેલ. આ રેલીમાં આશરે ૫૦૦ થી વધુ બાઈક રેલી માં જોડાયા હતા. સમગ્ર રેલી દરમિયાન “અબકીબાર મોદી સરકાર”, તથા “અબકી બાર ૪૦૦ કે પાર” ના નારા સાથે સમગ્ર વિસ્તાર ભગવામય બન્યું હતું. આ રેલીમાં ૧૨ લોકસભા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર વિનોદ ખીમસુરિયાં, સ્ટે. કમિટી ચેરેમન નિલેશ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહીત કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, મોરચાના હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.

જયારે ૭૮ વિધાનસભા વિસ્તારમાં ભવ્ય રોડ સોનું આયોજન કરવામાં આવ્યું, હાથમાં ભાજપાના ઝંડા સાથે અબકી બાર ૪૦૦ કે પાર…પૂનમબેન તુમ આગે બઢોના સાથે વિશાળ સમર્થકોએ બેનનું અભિવાદન કરી રોડ શોને શરુ કર્યો હતો. શરુ સેક્શન રોડ પરના ભાજપા કાર્યાલય ખાતેથી શરુ થયેલ રોડ શો પાયલોટ બંગલા, ખોડીયાર કોલોની, દિગ્જામ સર્કલ, – ઓવર બ્રીજ – મહાકાળી સર્કલ – બકુલ પાન- બાલાજી૧-૨-૩ – બળદેવનગર – યોગેશ્વરધામ રોડ -તીરૂપતી મહાદેવ મંદિર – આર.ઓ. પ્લાન્ટ-બેડી રીંગ રોડ-ક્રિષ્ના ચોકડી-વામ્બે આવાસ હનુમાન ટેકરી-આર.ઓ. હાઇટસ પહોચી હતી. ખુલ્લી જીપમાં સવાર સાંસદ પુનમબેન માડમનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. વોર્ડ નંબર છ બાદ આ રોડ શો વોર્ડ નં. ૫ પ્રવેશ્યો હતો  જેમાં શાળા નં. ૩૧ માં ફાઇનાન્સ – નિલકમલ ચોકડી -ગોળ બંગલો – સોઢા સ્કુલ – જય ભગવાન સોસાયટી – ૭૮કાર્યાલયની સામે -કલેકટર ઓફીસ-અંબીકા ડેરીવાળો રોડ – સત્યસાંઈ રોડ – હિતેનભાઈ ભટ્ટના ઘર પાસેથી – વાલ્કેશ્વરી સનસાઈન સ્કુલ સામેનો રોડ- તકવાણી હોસ્પીટલવાળા રોડથી પુનમબેન માડમના ઘર પાસેથી – જીતુભાઈ લાલના ઘર પાસેથી – સ્વસ્તીક સોસાયટી વી માર્ટ આશીષભાઇના ઘર પાસેથી – કરશનભાઈ ભુતીયાના ઘર પાસેથી – જોગર્સ પાર્કથી સેન્ટ આન્સ સ્કુલ સુધી પહોચી હતી. આ તમામ વિસ્તારોમાં પ્રબુદ્ધ અબાલ વૃદ્ધ નાગરિકો દ્વારા હાલારની દીકરીને વધાવી લેવામાં આવી હતી અને તમામના ચહેરાના હાવભાવ જંગી બહુમતથી ચુંટી કાઢવાના વચન આપતા હોય એવા જોવા મળ્યા હતા. અહીંથી રોડ સો વોર્ડ નમ્બર ત્રણમાં સેન્ટ આન્સ સ્કુલથી ડીકેવી – ગંગામાતા હિમ્મતનગર – રામ મંદિર – વિકાસ ગૃહ રોડ થી રોડ નં. ૧ થી ભૂતયા બંગલા સુધી પહોચ્યો હતો જ્યાં વેપારી વર્ગ દ્વારા પુનમબેનનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

બહોળા પ્રતિશાદ અને ઉમળકા સાથે ઉપરોક્ત વોર્ડ નંબર ત્રણના વિસ્તારો પાર કરી હાલારની દીકરીનો રોડ સો વોર્ડ નંબર બેના ગાંધીનગર-બળીયા હનુમાન મંદિર – હનુમાન મંદિર પછી, ગાંધીનગર શંકર મંદિર- દાદાભાઇની દુકાન- પુનીતનગર- પાંચ બંગલા રાંદલનગર થઈ – રામેશ્વર ચોક – કિશનભાઈ માડમના ઘર પાસેથી રોડ નં. ૨ માંથી થઈ રામેશ્વર ચોક પહોચ્યો હતો. આં વિસ્તારોના નાગરિકોએ બેનને ફૂલહાર અને પુષ્પાંજલિ કરી વધામણા કર્યા હતા. અબકી બાર ૪૦૦ કે પાર અને અમે પૂનમબેનની સાથેના ડીજે તાલ સાથે આગળ વધતો રોડ શો વોર્ડ નં. ૪માં પ્રવેશ્યો હતો. જ્યાં અદમ્ય ઉત્સાહ સાથે લોકોએ બેન પુનમબેનના ઓવારણા લીધા હતા. અમે તમારી સાથેના કોલ આપ્યા હતા.

આ રોડ સોમાં શહેર જિલ્લા સંગઠનના હોદ્દેદારો, બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, મહાનગરપાલિકા મેયર વિનોદ ખીમસુર્યા સહીત શહેર જિલ્લાભરની તમામ બોડી અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here