જામનગર : આશ્રમના મહંતે આંગણુ લજવ્યું, સેવિકા પર ગુજાર્યો બળાત્કાર

0
1270

જામનગર : જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં એક આશ્રમમાં મહંતે સેવા કરવા રોકી એક સેવિકા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. બીમારીના નામેં સેવા કરવા રોકી મહંતે કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.

જામનગર જિલ્લાને દુષ્કર્મનું ગ્રહણ લાગી ગયું હોય તેમ છેલ્લા બે માસમાં સમયાંતરે બળાત્કારના બનાવો સામે આવતા રહ્યા છે. આ ગાળા દરમિયાન નવ બનાવો નોંધાયા બાદ આજે દસમી ઘટના સામે આવી છે. જોડિયા તાલુકાના બાલંભા ગામે આવેલ ઉદાસીન આશ્રમના હરિદાસ બાપુ ઉવ 56 નામના મહંતે ગત ફેબ્રુઆરી માસમાં પોતાના આશ્રમમાં આવેલ બાલંભા ગામની જ એક મહિલાને સેવા કરવાના બહાને રોકી હતી, દરમિયાન તબિયત સારી ન હોવાનું કહી પગ દબાવવા કહ્યું હતું. સેવાકાર્યમાં રોકાયેલ મહિલાને જોઈને મહંતની વાસના ભભૂકી ઉઠી હતી અને શારીરિક ચેનચાળા શરૂ કર્યા હતા.જેમાં શારીરિક સંબંધ બાંધવામાં નિષ્ફળ જતા મહંતે તેણીના ગુપ્તાંગમાં અડપલાં કર્યા હતા. જેને લઈને મહિલાએ ઘરે પહોંચી પરિવારને વાત કરી હતી. ત્યારબાદ આબરૂ જવાની બીકે આજ દિવસ સુધી ઘટનાને દબાવી રાખી હતી. છતાં પણ મહંત દ્વારા ધાક ધમકીઓ શરૂ થતાં અંતે પરિવારે તેણીને સાથે રાખી મહંત સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહંતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here