જામનગર : નીટ પાસ કરેલ યુવતીની દારૂ પીવાની લત ગેંગ રેપ તરફ દોરી ગઈ, જાણો વિગતે

0
2542

જામનગર : બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને વાડીએ ગોંધી રાખી ત્રણ નરાધમોએ દારૂ પાઈને સપ્તાહ સુધી ગેંગ રેપ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓની ચુંગાલમાંથી છટકી જામનગર આવેલ યુવતીના સબંધીઓએ તેણીના પિતાને જાણ કરી હતી. હાલ યુવતી જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. આ કિસ્સાની ફરિયાદ નોંધી રાણપુર પોલીસે નરાધમોની શોધખોળ શરુ કરી છે.

સભ્ય સમાજની આંખ ઉઘાડનારો કિસ્સો બોટાદ જીલ્લામાંથી સામે આવ્યો છે. કોઈ પણ માતાપિતા તેના સંતાનોને અભ્યાસ કરાવતી વખતે કે પૂર્ણ કરી લીધા પછી તેના અભ્યાસની  સાથે તેની સંગત અને વ્યવહાર અંગે પણ ચોક્કસ ધ્યાન આપે એ જરૂરી બન્યું છે કારણ કે જે કિસ્સો સામે આવ્યો છે તે આંખ ઉઘાડનારો છે. બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના એક ગામડામા રહેતી અને ભણતરમાં ખુબ જ તેજસ્વી એવી યુવતી કંગના (નામ બદલાવેલ છે)એ સાયન્સ સાથે ધોરણ બાર પાસ કરી નીટની પરીક્ષા પણ પાસ કરી છે. હાલ તે પોતાના માદરે વતનમાં પરિવાર સાથે રહેતી હતી. નવ માસ પૂર્વે તેને મોટાભાઈના અવસાન બાદ તેને દારૂ પીવાની લત લાગી હતી. દારૂ પીધા વગર ચેન પડતું ન હતું. દારૂ માટે તેણીએ ગામના જ અમુક સખ્સોનો સંપર્ક કર્યો અને નિયમિત દારુ મંગાવી તલબ સંતોષતી હતી. સમય જતા પિતાને ખબર પડતા તેણીને ઠપકો આપ્યો હતો. જેને લઈને જે સખ્સો દારૂ સપ્લાય કરતા હતા તેઓને પણ દારુ આપવો બંધ કરી દીધો હતો. પરંતું તલબ વધી જતા તેણીએ આ સખ્સોનો ફોન દ્વારા સંપર્ક કર્યો હતો જેમાં તેઓએ દારૂ જોઈતો હોય તો વાડીએ થી લઇ જવાની વાત કરી હતી. જેને લઈને તેણીએ એક રાત્રે ફોન કરી ત્રણ પૈકીના એક સખ્સના મોટરસાયકલમાં બેસી વાડીએ પહોચી હતી. જ્યાં યુવતીને ત્રણેય સખ્સોએ દારુ પાઈ, એક પછી એક એમ ત્રણેય સખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ યુવતીને વાડીની ઓરડીમાં ગોંધી રાખી, સપ્તાહ સુધી દારુ પાઈને ત્રણેય નરાધમોએ શારીરિક શોષણ કર્યું હતું અને મારકૂટ પણ કરી હતી. ત્રણેય નરાધમોની હેવાનિયતનો ભોગ બનેલ યુવતીને શારીરિક યાતનાઓ પણ આપી ઈજા પહોચાડી હતી. દરમિયાન યુવતીએ કાકલુદી કરી પોતાને સારવારની જરૂર હોવાનું કહી પોતાને મુક્ત કરવા વિનવણી કરી હતી. આ ઘટના અંગે બહાર કોઈને કહ્યું છે તો તારા પરીવારના સભ્યોને મારી નાખીશું એવી ત્રણેય નરાધમોએ ધમકી આપતા તેણીએ જામનગર સારવાર લેવાની વાત કરી હતી. જેથી ત્રણેય સખ્સોએ તેણીને બસમાં બેસાડી જામનગર મોકલી આપી હતી. જામનગર આવતા પૂર્વે તેણીને જામનગર રહેતા સબંધીને જાણ કરી સારવાર લેવા આવતી હોવાનું કહ્યું હતું જેને લઈને ગત તા. ૨૭મીનાં રોજ તેની જામનગર આવી હતી અને સબંધીઓની હાજરીમાં તેણીએ જીજી હોસ્પિટલમાં સારવાર લીધી છે. તેણીના સંબધીઓએ જાણ કરતા તેના પિતા અને બહેન જામનગર આવી પહોચ્યા હતા. આ બનાવ અંગે સીટી બી ડીવીજન પોલીસે તેણીનું નિવેદન લીધું હતું. દરમિયાન રાણપુર પોલીસે બોટાદ જીલ્લાના અળવ ગામના ઇન્દ્રજીત બાબુભાઈ ખાચર, જયવીર જગુભાઈ ખાચ અને સત્યજીત બાબુભાઈ ખાચર સામે તેણીને ગોંધી રાખી, બળાત્કાર ગુજારી, ધાક ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈએ રાણપુર પોલીસે ત્રણેય નરાધમોની શોધખોળ હાથ ધરી છે. પોતાના કુમળા સંતાનો ઘરમાં કે ઘરથી દુર રહી અભ્યાસ કરતા હોય ત્યારે ચોક્કસથી ખ્યાલ રાખવો જોઈએ કે તેઓ કોની સંગત કરી રહ્યા છે. આવી બાબતોનું હવે ધ્યાન રાખવામાં નહી આવે તો આજે જે કિસ્સો સામે આવ્યો છે એવા કિસ્સાઓ વધતા વાર નહી લાગે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here