જામનગર: શહેરને મળશે સ્માર્ટ લાઈબ્રેરી, આવું હશે આધુનિક રૂપ

0
762

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતઓ વિભાગ, ગ્રંથાલય ખાતા હસ્તકની સરકારી જિલ્લા પુસ્તકાલય– જામનગર તા. ૧૪-૦૩-૧૯૬૨ થી જામનગરની જાહેર જનતા માટે કાર્યરત છે. આ લાઈબ્રેરીને વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂા. એક કરોડના ખર્ચે સ્માર્ટ લાઈબ્રેરી બનાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે. તા. ૦૬-૦૩-૨૦૨૪ ને બુધવાર ના રોજ નવી બનેલ સ્માર્ટ લાઈબ્રેરી તથા ઈ-લાઈબ્રેરી નું ઉદ્ઘાટન સાંસદ સભ્ય પૂનમબેન માડમના હસ્તે સવારે ૧૦:૦૦કલાકે કરવામાં આવશે.

નવી બનેલી સ્માર્ટ લાઈબ્રેરીમાં શરૂ કરેલ સુવિધાઓ

પુસ્તક આપે- લે વિભાગ :- આ વિભાગમાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષાના ૭0,000 હજાર થી
તમામ પુસ્તકો કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવેલ છે. વાચકોને પુસ્તક વધારે પુસ્તકોનો ખજાનો
શોધવા કોમ્પ્યુટરમાં (OPAC) સીસ્ટમની સુવિધા.

વિદ્યાર્થી વાચનાલય વિભાગ:- વિદ્યાથીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલગ અલગ રૂમોની બેઠક વ્યવસ્થા.
તમામ ફર્નિચર નવું અને આધુનિક મૂકવામાં આવેલ છે ઉપરોકત રૂમમાં ૮,૦૦૦ થી વધારે સ્પર્ધાત્મક પરિક્ષાને લગતા પુસ્તકોની વ્યવસ્થા રાખવામાં આવી છે.

સંદર્ભ વિભાગ:- આ વિભાગમાં પી.એચ.ડી.તથા ઉચ્ચ અભ્યાસમાં સંસોધન કાર્યમાં મદદરૂપ થાય
તેવા ૨,૦૦૦ થી વધારે પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

બાળ વિભાગ:- નાના બાળકો માટે બાળ પુસ્તકો સાથે નવા ફર્નિચર ની વ્યવસ્થા ઉભી કળવામાં આવી છે.

સર્કિંગ ઝોન વિભાગ :- આધુનિક કોમ્પ્યુટર સાથે પુસ્તક-વાચન માટેની ઈ-લાઈબ્રેરીની વ્યવસ્થા.

સિનિયર સિટીજિન વિભાગ:- ૧૫ થી વધારે ન્યુઝ પેપર અને ૪૦ થી વધારે મેગેઝીન સાથે આરામ
દાયક ફર્નિચરની વ્યવસ્થા.

એ.વી.રૂમ વિભાગ:- ૮૩” નું સ્માર્ટ ડીઝીટલ TV,AC સાથે સાઉન્ડપ્રૂફ કોન્ફરન્સ રૂમ ની વ્યવસ્થા રાખવામાં આવી છે.

C.C.T.V. કેમેરા :- ૨૦ થી વધારે C.C.T.V. કેમેરાથી લાયબ્રેરી સુરક્ષિત કરવામાં આવેલ છે.

પુસ્તકાલયના તમામ વિભાગોમાં આકર્ષિત દિવાલોમાં રંગરોગાન, પુરતી LED લાઈટો, પંખાઓ, R.O.
પ્લાન સાથે પીવાના પાણી માટે ના કુલર ની વ્યવસ્થા, લાઈબ્રેરીના બહારના કમ્પાઉન્ડમાં સિમેન્ટ બાકડાની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. અત્યાધુનિક લાઇબ્રેરીની સુવિધાથી જામનગરના વિદ્યાર્થીઓ તેમજ વાચકોને ઘણો ફાયદો થશે.

++++

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here