જામનગર : વેકસીનનો જથ્થો અપૂરતો, એકેય સેન્ટર સાંજ થતી નથી

0
715

જામનગર : એક તરફ સરકાર વેક્સીનેશન કાર્યક્રમને મહત્વાકાંક્ષી માની રહી છે. કોરોનાં સામેના જંગમાં વેક્સીન જ અકસીર ઈજા જ છે. એમ સરકાર ગાણા ચલાવી સપ્તાહ પૂર્વે ૧૮ પ્લસ વેક્સીનેશન શરુ કર્યું છે. આ વેક્સીનેશનની ધમાકેદાર શરૂઆત બાદ બીજા જ દિવસે અપૂરતા જથ્થાની અને લાંબી લાઈનો લગાવનાર યુવા વર્ગ નિરાશ થઇ ઘરે જતો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ-દિવસથી આ સિલસિલો ચાલુ છે છતાં કોઈ વ્યવસ્થા કરવામાં આવશે એવું કોઈ છાતી ઠોકીને બોલવા તૈયાર નથી. તંત્ર દ્વારા શરુ કરવામાં આવેલ બુથની સંખ્યા પણ એટલે જ ઘટાડી દેવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

વેક્સીનેશનમાં જામનગર દેશમાં પ્રથમ, આવા સમાચારને લઈને ભાજપના સતાધીસોએ આનંદ વ્યક્ત કર્યો અને પ્રસિદ્ધિ પણ મેળવી, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પરની સચ્ચાઈ એ છે કે ૧૮ પ્લસનું અભિયાન શરુ થયા પછી જામનગરમાં તંત્ર દ્વારા વેક્સીનેશન સેન્ટરોની યાદી તૈયાર કરવામાં આવી હતી તેને અડધી કરી દેવામાં આવી છે. દરરોજ સેન્ટર પર ઉમટી પડતા યુવા વર્ગને આપી સકાય એટલો જથ્થો જ આવતો ન હોવાથી તમામ કેન્દ્ર પર મેડીકલ સ્ટાફ અને નાગરિકો વચ્ચે તનાવ ઉભો થતો હતો. સવાર શરુ કરેલ અભિયાન બે જ કલાકમાં સંકેલી લેવામાં આવે છે. કારણ અપૂરતો વેક્સીનનો જથ્થો, કોઈ બોલવા તૈયાર નથી ક્યારે આ જથ્થો પૂરો કરવામાં આવશે. સરકાર પાસે કોઈ વ્યવસ્થા જ હતી તો આ પીરીયડ કેમ શરુ કર્યો  ? આ ઉપરાંત બાકી રહી ગયેલ ૪૫ પ્લસ ઉમર ધરાવતા નાગરિકોને પણ હતાશા મળી રહી છે. જો શહેરી વિસ્તારમાં આવી હાલત હોય તો ગ્રામ્ય ક્ષેત્રમાં કાર્યક્રમ શરુ થશે કે કેમ ? એ પણ પ્રશ્ન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here