જામનગર : બહેનપણીઓએ ભાવિ પતિ અંગે કહ્યું એવું કઈક કે યુવતીએ…..

0
1004

જામનગર :  યુવક યુવતીઓના મિત્ર વર્તુળમાં હસી મજાક અને એક બીજાની ખીચાઈ કરવી એ મિત્રતાનો એક પ્રકારનો સ્વભાવ છે. પરતું જામનગરમાં બહેનપણીઓએ યુવતીને મસ્તીમાં ચીડવતા યુવતીએ અવિચારી પગલું ભરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શહેરના મયૂરનગર વિસ્તારમાં રહેતી એક યુવતીની સગાઈ થોડા દિવસ પહેલા થયેલ હોય અને પતિ વાને કાળો હોવાથી તેની બહેનપણીઓએ ચિડવતા આ વાતનું મનમાં લાગી આવતા યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

આ બનાવની વિગત મુજબ, શહેરના મયૂરનગર વિસ્તારમાં પ્રજાપતિની વાડી શેરી નં-૩માં રહેતી ક્રિષ્નાબેન રાજશીભાઈ ચાવડા ઉ.વ.૨૧ નામની યુવતીની  સગાઈ ત્રેવીસ દિવસ પહેલા થયેલ હોય અને તેનો ભાવિ પતિ વાને  કાળો હોવાથી તેની બહેનપણીઓ ચીડવતી હોય અને આ બાબતનું મનમાં લાગી આવતા યુવતીએ શનિવારના રોજ પોતાના ઘરે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે સિટી સી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના પગલે એક નહી બંને પરિવારમાં શોકનું મોજ્રું પ્રશરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here