જામનગર: ચાંદીબજારના બુગદાને સેક્સ પ્લેસ બનાવતું યુગલ કોણ? ચર્ચા

0
2941

છોટી કાશી તરીકે ઓળખાતું  જામનગર ફરી વખત સર્મસાર થયું છે. નાબાલિક બાળકીને ફોસલાવી જાહેર સ્થળે લઇ જઈ એક આધેડે કરેલ અડપલા હોય કે નાબાલિક પર સગા બાપે કરેલ બળાત્કાર હોય, જામનગર ભૂતકાળમાં આવા કર્મોને લઈને બદનામ થયું છે ત્યારે ગઈ કાલે વધુ એક વખત આવી જ કુચેસ્તા સામે આવી છે ચાંદી બજારના બુગદામાંથી,  બંધ બજારનો લાભ લઇ એક આધેડ યુગલ બુગદાની માર્કેટમાં જ પ્રેમાલાપભર્યા સબંધનો વિકૃત આનંદ લેતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ ઘટનાનો સીસીટીવી વિડીઓ વાયરલ થતા શહેરમાં એક જ ચર્ચા જાગી છે કે આ યુગલ કોણ?

હજારો શિવાલય અને અનેક ધાર્મિક સ્થળોને લઈને જામનગરને ધાર્મિક નગરીનો દરરજો આપો આપ મળી ગયો છે. પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ અમુક રંગીલા શહેરીજનોની કુ-ચેષ્ટાઓને લઈને સુજ્ઞ શહેરજનો સર્મસાર થઇ રહ્યા છે. આવો જ એક  કિસ્સો બની ગયા મહીને, આમ તો ચાંદી બજાર વિસ્તાર સોના-ચાંદીથી માંડી તમામ વ્યાપારને લઈને ધમધમતો હોય છે પણ રાત્રે જાહેર બજારને બાદ કરતા અત્રેનો વિસ્તાર સુમસામ બની જાય છે. ત્યારે ગત માર્ચ મહિનાના બીજા સપ્તાહની રાત્રે આવી જ સુમસામ માહોલનો લાભ લઇ એક યુગલ અત્રેના બુગદામાં પ્રવેશે છે અહી એક ચોક્કસ જગ્યાએ આજુબાજુ કોઈ નહિ હોવાનું ધ્યાન રાખી, આ યુગલ જાહેરમાં જ વિકૃત પ્રેમાલાપ કરવા લાગી છે. થોડી જ વારમાં પોતાની વાસનાનો આનંદ માણી પરત ચાલ્યા છે. આ નજારો અઢી મિનીટ સુધી ચાલે છે. બસ કહાની હવે શરુ થાય છે.

આ યુગલે માણસની ગેર હાજરીની કદર કરી પણ સામે જ લાગેલ સીસીટીવી કેમેરા પર ધ્યાન ન આપ્યું, પછી શું આ જ કેમેરાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઇ ગયા શહેરમાં, પખવાડિયાના ગાળામાં આ ઘટના વોટ્સએપમાં ફાસ્ટ ફોરવર્ડ થઇ જતા આ કિસ્સો શહેરમાં ટોકિંગ પોઈંટ બની ગયો. હવે એક જ ચર્ચા ચાલી આવું યુગલ કોણ છે? અમુકે તો આ જ વાતને વિષય બનાવી યુગલને ઓળખવા પોતાના નેટવર્ક પણ સક્રિય કર્યા, જે બીના છે તે છે જ પણ એક વાત સ્પષ્ટ છે કે આવી ઘટનાને લઈને ફરી વખત શહેર બદનામ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here