ભુઈમાં ધૂણ્યાં બનાસકાઠામાં, એરંડાના ભાવનું ભાગ્ય ભાખ્યું, જામનગરમાં સાચું પડ્યું

0
1308

જામનગર માર્કેટીંગ યાર્ડ હાપા ખાતે આજે એરંડાની હરરાજી દરમ્યાન ઇતિહાસમાં પ્રથમવાર 20 કિલો એંરડા ના ભાવ રૂ.1400 ઉપજ્યા છે. બીજી તરફ એરંડા અને રાયડાના કેટલા ભાવ આવશે ? જેને લઈને બનાસકાઠા જીલ્લામાં એક ભુઈમાંએ ધૂણીને ભવિષ્યવાણી કરી હતી. ભુઈના કહેવા મુજબ આજે જામનગર યાર્ડ ખાતે એરંડાનો ભાવ ૧૪ રૂપિયા બોલાયો છે !!! જો આ ઘટનાને ઘણા લોકો આસ્થા સાથે જોડે છે તો અમુક લોકો કાગને બેસવું ને ડાળને પાડવા જેવા ઘાટ ગણાવ્યો છે.

જુઓ વિડીઓ….

હાપા યાર્ડ ખાતે એરંડાની હરરાજી  દરમ્યાન ફચરિયા ગામના ખેડૂત સતિષભાઈ દામજીના  એંરડાનો 20 કિલોનો ભાવ  રૂ.1400 ઉપજ્યા હતા. કમિશન એજન્ટ રવજીભાઈ હસ્તકે અક્ષર ટ્રેડિંગવાળાએ એનરડાની ખરીદી કરી હતી. એરંડા ના ભાવ વધુ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.હાપા માર્કટિગ યાર્ડ માં ખેડૂતોને જુદી જુદી જણસી ના ઉંચા ભાવ મળી રહ્યા છે.તેમાં એંરડા ના ભાવ રૂ. 1400 એ નવો રેકર્ડ નોંધાવેલ યાર્ડના સેકેટરી  હિતેષ પટેલ એ જણાવ્યું હતું. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસમાં સમગ્ર ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાવાયો છે. જેમાં સૌપ્રથમ મગફળીના સમગ્ર દેશભરના ઊંચા ભાવ બોલાયા હતા, ત્યાર પછી કપાસ, અજમો વગેરેના વેચાણમાં આ વખતે નવા કીર્તિમાન સ્થાપિત થયા છે, ત્યાર પછી આજે એરંડામાં પણ નવો રેકોર્ડબ્રેક ભાવ ઉપજ્યો છે. જેને લઇને જામનગર જિલ્લા તેમજ આસપાસના અન્ય જિલ્લાના ખેડૂતો ભારે ખુશહાલ થયા છે.

બીજી તરફ બનાસકાઠા જીલ્લામાં એરંડા અને રાયડાના ભાવને લઈને મહિલા ભુઈનો વિડીઓ વાયરલ થયો છે. વાવ તાલુકાના બાલુંત્રી ગામનો વિડીયો હોવાનો દાવો કરવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં હાજર લોકો વચ્ચે એક મહિલા ભુઈમાં ધૂણતા જોઈ શકાય છે, ધૂણતા ધૂણતા તેણીની રાયડા અને એરંડાના ભાવ અંગે કહી રહ્યા છે જેમાં એરંડાનો ભાવ રૂપિયા ૧૪૦૦ અને રાયડાનો ભાવ રૂપિયા ૧૫૦૦ ઉપજશે એમ કહે છે. બીજી તરફ જામનગર યાર્ડ ખાતે આજે એરંડાનો ભાવ રૂપિયા ૧૪૦૦ ઉપજ્યો છે. જો કે આ ઘટનાને ઘણા લોકો સમયસંજોગ સાથે  સરખાવે છે તો અમુક લોકો શ્રધ્ધા સાથે જોડે છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here