જામનગર : પેટ્રોલ 11 રૂપિયા અને ડિઝલ 16 રૂપિયા સસ્તું, ત્રીજા દિવસે નો ચેન્જ

0
1658

એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ પેટ્રોલ-ડિઝલના વધતા જતાં ભાવ વચ્ચે પીસાતી પ્રજાને સરકારે દિવાળીની ભેટ આપી પેટ્રોલ-ડિઝલના વેટમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેને પગલે પેટ્રોલના ભાવ પ્રતિ લીટર દીઠ 11 રૂપિયા અને ડિઝલના ભાવમાં 16 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જેથી વાહન ચાલકોમાં હરખનો માહોલ જામ્યો છે. પરંતુ આ હરખ અલ્પજીવી સાબિત ન થાય અને ભાવ ઘટાડો લાંબો ટકે તેવું વાહનચાલકો ઇચ્છી રહ્યાં છે. સતત ત્રીજા દિવસે એટલે કે વર્ષના પ્રથમ દિવસે ભાવ સ્થિર રહ્યા છે અને કોઈ ઉથલપાથલ થવા પામી ન હતી.

પેટ્રોલ-ડિઝલના એક્સાઇજ ડ્યૂટીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘટાડો કરાતા પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટ્યાં છે. જામનગર સહિત રાજ્યભરમાં તમામ શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ 100 ની ઐતિહાસિક સપાટી વટાવી ચુક્યાં હતાં. જેથી રોજબરોજ ઉપયોગમાં લેવતાી ચીજવસ્તુઓના ભાવ પણ વધ્યાં છે. આથી સરકારે દિવાળીની પૂર્વ સંધ્યાએ પેટ્રોલમાં પ્રતિ લીટર પાંચ રૂપિયા અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર દશ રૂપિયાનો એકસાઇઝ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેથી આજથી નવા ભાવ અમલમાં આવ્યા છે.

જેને પગલે આજે જામનગરમાં રિલાયન્સ કંપનીના પેટ્રોલમાં રૂપિયા 12.12 નો ઘટાડો કરાતા નવા ભાવ 95.35 રૂપિયા થયા છે. જ્યારે ડિઝલના ભાવમાં 17.01 નો ઘટાડો કરાતા નવા ભાવ 89.24 પર સ્થિર થયાં છે. વધુમાં ઇન્ડિયન ઓઇલ કંપનીના પેટ્રોલના ભાવમાં 11.51 રૂપિયાનો ઘટાડો કરાતા નવા ભાવ 95.08 પર સ્થિર થયા છે અને ડિઝલના ભાવમાં 16.99 નો ઘટાડો થતાં નવા ભાવ 89.06 પર સ્થિર થયાં છે.

આ ઉપરાંત ભારત પેટ્રોલિયમ કંપનીના ભાવમાં 11.05 રૂપિયાનો ઘટાડો કરાતા નવા ભાવ 95.11 થયા છે અને ડિઝલના ભાવમાં 16.98 નો ઘટાડો કરાતા નવા ભાવ 89.09 પર સ્થિર થયાં છે અને એચપી કંપનીના પેટ્રોલમાં 11.51 નો ઘટાડો કરાતા ભાવ 95.06 અને ડિઝલમાં 16.97ના ઘટાડાને પગલે 89.05 પર સ્થિત થયાં છે. આ ભાવ ઘટાડો બીજા અને ત્રીજા દિવસે શૂન્ય રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ચીજવસ્તુઓની મોંઘવારીને ઓછી કરવા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં હજુ પણ ઘટાડો કરવા સરકારે વિચારણા કરવી જોઇએ તેવું વાહનચાલકોમાં ચર્ચાઇ રહ્યું છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કરાયેલો ઘટાડો લાંબો સમય ટકી રહે તેવી વાહનચાલકોએ ઇચ્છા વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here