બિયર સાથે પકડાયેલ શખ્સ કોરોનાગ્રસ્ત, મહિલા PSI સહિત પાંચ ક્વોરેન્ટાઈન

0
775

જામનગર : બુધવારે અંબર ચોકડી પાસે બિયર સાથે પકડાયેલ કાર ચાલકનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા ટ્રાફિક શાખાના પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મચારીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

જામનગર ટ્રાફિક શાખામાં નવ નિયુક્ત મહિલા પીએસઆઇ વીએ આહીર સહિતનો સ્ટાફ ગઈ કાલે બુધવારે અંબર ચોકડી પાસે પેટ્રોલિંગ કરતો હતો. ત્યારે જીજે 10 સીજી 1149 નમ્બરની કારને આંતરી લીધી હતી. આ કારના ચાલક પાસેથી છ બિયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે બેડીમાં રહેતા કાર ચાલક બળદેવસિંહ ભુરુભા ચાવડાની સામે સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આરોપીની અટકાયત કરવામાં આવે તે પૂર્વે આરોપીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીનો રિપોર્ટ પોઝીટીવ આવતા ટ્રાફિક શાખાના સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. આ રિપોર્ટને લઈને ટ્રાફિકના મહિલા પીએસઆઈ વૈશાલી આહીર, પોલીસ કોન્સ્ટેબલ બિપિન કુબેરભાઈ જોશી, હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ચૌહાણ, તેમજ ટ્રાફિક શાખા ચાલક સહિત પાંચ કર્મીઓને હોમ ક્વોરેઈન ટાઇન કરવામાં આવ્યા હોવાનું પીઆઇ રાઠવાએ જણાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here