જામનગર : જયેશ પટેલને લંડન કોર્ટમાં પડ્યા ઈંગ્લીસના ફાફા, કોર્ટે કરી આવી વ્યવસ્થા

0
1088

જામનગર : કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ સામે લંડન પોલીસ દ્વારા કાર્યવાહી  કરવામાં આવી રહી  છે. તાજેતરમાં  જમીન માફિયાને ઇન્ટરપોલ દ્વારા પકડી પાડવામાં આવ્યા બાદ તેની સામે ખટલો શરુ કરાયો છે. બોગસ પાસપોર્ટના સહારે જયેશ બ્રિટનમાં આશરો લઇ રહ્યો હોવાથી પ્રથમ લંડનમાં જ કાર્યવાહી કરવમ આવશે. બ્રિટનની કાર્યવાહી બાદ આરોપીને ભારત પ્રત્યાર્પણ કરવામાંની કાર્યવાહી શરુ થશે. જયેશ પટેલને અગ્રેજી કોર્ટ કાર્યવાહીને  લઈને મુશ્કેલી પડતા હિન્દી ટ્રાન્સલેટરની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

વકીલ કિરીટ જોશી હત્યા, ખંડણી, જમીન કૌભાંડ સહીત ઓર્ગેનાઈઝડ ગુનાઓ આચરી જયેશ પટેલ જામનગર જ નહિ પણ રાજ્યભરની પોલીસ માટે ચુનૌતી બની ગયો હતો. વકીલ જોશીની હત્યા બાદ વિદેશમાં આશરો લઇ રહેતા જયેશને તાજેતરમાં બ્રિટન ઇન્ટરપોલ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. સુત્રોનું માનવામાં આવે તો ગઈ કાલે બુધવારે જયેશ પટેલને વેસ્ટમીનીસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં વર્ચ્યુલ રીતે રજુ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ભારત તરફથી ક્રાઉ પ્રોસીક્યુસન સર્વિસ કોર્ટમાં ભારત તરફથી દલીલો રજુ કરવામાં આવી હતી. કોર્ટમાં જયેશ પટેલની જામનગર સહિત રાજ્યભરમાં આચરેલ ગુનાઓની માહિતી આપૂર્તિ કરવામાં આવી હતી.

દક્ષીણ લંડનમાંથી જયેશ પકડાયો ત્યારે તેના કબ્જાનો  પાસપોર્ટ સહીત અન્ય દસ્તાવેજી ઓળખ પુરાવાઓ બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને સ્થાનિક પોલીસ પણ તેની સામે ત્યાના કાયદાઓ મુજબ કાર્યવાહી કરી છે. આ કાર્વાહી પૂરી થયા બાદ જયેશ સામે ભારતમાં આચરવામાં આવેલ ગુનાઓ સબબ કાર્યવાહી શરુ કરવામાં આવશે. જામનગર સહિત રાજ્યભરમાં જયેશ પટેલ સામે ૪૬ ફોજદારી ગુનાઓ ઉપરાંત દાણચોરી સબંધિત પણ ગુનાઓ દાખલ થયા છે. એક પછી એક જમીન કૌભાંડ ઉપરાંત બે હત્યા, અનેક હત્યા પ્રયાસ અને લુંટ અને ખંડણી સહિતના ઓર્ગેનાઈઝડ ક્રાઈમ સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે. ઉલેખનીય છે.કે રિલાયંસ કંપની સાથે સંકળાયેલ અને રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણીએ પોલીસ સામે કરેલ આક્ષેપો બાદ રાજ્ય સરકાર દ્વારા ઓર્પેશ્ન જયેશ પટેલ ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યાં જ જયેશ પટેલ લંડનમાં પકડાઈ જતા જામનગર પોલીસની મુશ્કેલી હળવી થઇ છે. જો કે જયેશ પટેલને લંડનથી અહીં લઇ આવવામાં કાયદાકીય અડચણો આવી શકે છે એમ પોલીસ સુત્રોનું માનવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here