રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ દફતરમાં ઢોરને આપવાના ઇન્જેક્શન પ્રકરણમાં સંડોવણી નહીં ખોલવા બાબતે એક આસામી સામે કાર્યવાહી નહીં કરવાના બદલામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીના જમાદાર વતી ₹35,000 ની લાંચ લેતા જામનગર સીટી સી ડિવિઝન પોલીસ જમાદાર આબાદ પકડાઈ ગયા છે. જ્યારે રાજકોટના જમાદારને ફરાર દર્શાવવામાં આવ્યા છે.

તાજેતરમાં ઢોર પકડવાના ઇન્જેક્શન પ્રકરણમાં ધોરાજી ખાતેથી એક પ્રકરણ સામે આવ્યું હતું આ પ્રકરણમાં જામનગરના એક આસામીની લઈને રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા કાર્યવાહી કરી આ શખ્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ગુનામાં જે તે આસામીની નહીં ખુલાવવા બાબતે ગ્રામ્ય એસઓજીના જમાદાર પરવેજભાઇ સમાએ ₹50,000 ની લાંચની માંગણી કરી હતી રકજક ના અંતે ₹35,000 આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ ફરિયાદી રૂપિયા આપવા માગતા ન હોય તેઓએ જામનગર એસીબી નો સંપર્ક કર્યો હતો. દરમિયાન ગઈકાલે રાત્રે એસીબી દ્વારા જુના જકાતનાકા પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં રાજકોટ ગ્રામ્ય એસોજીના જમાદાર વતી લાંચ લેવા આવેલા સીટી સી ડિવિઝન પોલીસના જમાદાર હમીદભાઇ જુસબભાઇ પરીયાણી, એ.એસ.આઇ. ઉધ્યોગનગર પોલીસ ચોકી વાળા આબાદ પકડાઈ ગયા હતા. જામનગર એસીબીએ સીટીસીના જમાદાર ની ધરપકડ કરી રાજકોટના જમાદારને ફરાર દર્શાવ્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે