જામનગર: સાત દિવસમાં ૭૬૨ મૂર્તિઓનું વિસર્જન

0
470

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્સવ દરમિયાન ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા માટેના બે વિશાળ કદના વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં ગઈકાલે બન્ને કુંડમાં ૨૨૯ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે, અને ૭ દિવસ ના અંતે કુલ ૧૦૩૬ ગણપતિની મૂર્તિઓ વિસર્જિત થઈ છે.


જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજકોટ હાઇવે રોડ પર હાપા નજીક બનાવેલા ગણપતિ વિસર્જન કુંડ નંબર -૧ માં ગઈકાલે સાતમા દિવસે વધુ ૧૭૧ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું, જે કુંડમાં ૭ દિવસ દરમિયાન ૭૬૨ મૂર્તિઓ વિસર્જિત થઈ છે.


જ્યારે હાપા માર્કેટિંગ યાર્ડ નજીક બનાવાયેલા વિસર્જનકુંડ નંબર -૨ માં ગઈકાલે ૫૮ મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું, અને કુલ ૨૭૪ મૂર્તિઓ વિસર્જિત થઈ છે.
આમ ગઈકાલે કુલ ૨૨૯ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતાં શહેરના બન્ને કુંડમાં અત્યાર સુધીમાં ૧,૦૩૬ મૂર્તિઓનું વિસર્જન કરાયું છે. જે પ્રક્રિયા અંતિમ દિન સુધી અવીરત ચાલુ રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here