જામનગર : મુખ્યમંત્રી-ભાજપ પ્રદેશ અધ્યક્ષની સભામાં ખુરશીઓ ખાલી ખાલી, પછી થયું વન ટુ કા ફોર…એવું તે શું થયું??

0
765

જામનગર : મહાનગરપાલિકાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા આજથી પ્રચાર પ્રસારને વધુ ગતિશીલ બનાવી છે. આજે રાજ્યના મુખ્ય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જામનગરમાં બે સભાઓ યોજાઈ હતી. જોકે સભા શરૂ થઇ ત્યાં સુધીમાં શ્રોતાઓ ઉપસ્થિત ન રહેતા ભાજપ વાળાઓને ખુરશીઓને સંકેલવાની નોબત આવી હતી. જેને લઈને શહેરમાં એક ચર્ચા જાગી છે કે મતદાર તો ઠીક કાર્યકારોની નારાજગી જ ભાજપને અઢી દાયકાની સતા જાળવવામાં સફળ થશે કે કેમ ?

જામનગર મહાનગર પાલિકામાં અઢી દાયકાનું સાસન ફરી જાળવી રાખવા કમર કશી છે. આ વખતે ભાજપાએ ઉમેદવારોને લઈને બનાવેલ ગાઈડ લાઇનથી પાર્ટીની સિનિયર નેતાગીરીમા
રોષ સાથે અસંતોષ ફેલાયો છે એવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના નેતાઓની સભામાં અસંતોષ દેખાયો હોય તેમ ખુરશીઓ ખાલી રહી હતી. સભા શરૂ થવાની તૈયારી જ હતી ત્યારે કાર્યકરો વિચારમાં પડી ગયા અને હવે શું કરવું એવું વિચારવા લાગ્યા ત્યાં કોઈ ડાહ્યા કાર્યકરે સૂચના આપી કે ઉપાડી લ્યો, પછી કાર્યકરોની ફોઝ લાગી ગઈ ખાલી ખુરશીઓ ઉપાડવામાં, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સભામાં આવ્યા ત્યાં સુધીમાં તો ખાલી ખુરસીઓને સંકેલી લાઇ સ્થાનિક ભાજપે પરદો પાડી દીધો હતો.


બીજી તરફ આજની સભામાં પ્રજાની ઉપેક્ષા નજરે પડતા વધુ એક વખત ચર્ચા જાગી છે કે આમાં ભાજપાએ 50થી વધુ બેઠક મેળવવામાં સફળ થશે ? 25 વર્ષથી જે સતા છે તે આમ કેવી રીતે બચાવી શકાશે.???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here