જામનગર નજીકના શેખપાટ ગામે જામનગરથી પત્નીને તેડવા ગયેલ યુવાન પર તેના જ સાસરિયા સભ્યોએ હુમલો કરી માર મારી ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. રીસામણે બેઠેલ પત્નીને પતિ તેડવા ગયો ત્યારે આરોપીઓએ માર માયો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગર નજીકના શેખપાટ ગામે બે દિવસ પૂર્વે તા. ૫/૦૨/૨૦૨૨ના રોજ સાંજે સાડા છ્યેક વાગ્યે ચોરામા ધારની નીચે મહાવીરસીહ કનુભા ગોહીલ રહે. નવાગામધેડ બાપુનગર શેરી ન.૩ જામનગર વાળા યુવાન પર દીવ્યાબા ઘનુભા સોઢા, પુજાબા ઘનુભા સોઢા, મયુરસીહ ઘનુભા સોઢા, ઘનુભા જીતુભા સોઢા રહે.બધા શેખપાટ ગામે ચોરામા ધારની નીચે આંતરી લઇ બંને મહિલાઓએ ગાલ ઉપર ઝાપટો મારી તથા જયારે અન્ય આરોપીઓએ લોખડના પાઇપ વતી ડાબા પગમા ગોઠણ ઉપર એક ધા કરી તથા ડાબા પગના ગોઠણ નીચે એક ધા કરી કેકચર જેવી ઇજા કરી તથા માથામા એક લાકડીનો ધા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ યુવાને હોસ્પિટલમાં સારવાર લઇ પંચકોશી એ ડીવીજનમાં આઈપીસી કલમ ૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સામે આવા આરોપીઓ સાસરિય સભ્યો હોય, પોતાની રીસામણે બેસેલ પત્ની કાજલબા આરોપીઓના ધરે રીસામાણે બેઠી હોવાથી તેઓ ઘટનાના દિવસે પત્નીને તેડવા માટે ગયા હતા જ્યાં આરોપીઓએ પત્નીને તેની સાથે મોકલવી ન હોય અને ખોટી રીતે ચડામણી કરી એક બીજાએ ઉશકેરાઇ જઇ બીભત્સ વાણી વિલાસ આચારી માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.