જામનગર: રાજકારણમાં મારે મોટી ઓળખાણ છે, કહી પોલીસની ફરજમાં રુકાવટ

0
1140

જામનગર: રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા ગામના પાટિયા પાસે ટ્રાફિક સબંધિત કામ કરી રહેલ પંચકોશી એ ડીવીજનના સ્ટાફની ફરજમાં રુકાવટ કરી ધાક ધમકીનો બનાવ સામે આવ્યો છે. બાઈક ચાલકને રોકાવ્યા બાદ સ્થળે આવી આરોપી પિતાએ રાજકારણનો રોફ બતાવી પોલીસની ફરજમાં રુકાવટ કરી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ગઈ કાલે પંચકોશી એ ડીવીજન પોલીસ સ્ટાફ ટ્રાફિક સબંધિત કાર્યવાહી કરી રહ્યો હતો ત્યારે મોટર સાયકલ લઇ નીકળેલ હર્ષિત કંડોરિયા નામના યુવાનને રોકાવી જરૂરી આધાર માંગ્યા હતા. જેમાં પોતાની પાસે કાગળ ન હોવાનું કહી યુવાને ફરજ પરના પોલીસ કર્મીઓને પોતાના પિતા ભાયાભાઈ કંડોરિયાથી વાત કરવા કહ્યું હતું, જેની સામે ફરજ પર પોલીસે વાત કરવાની ના પાડી હતી. જેને લઈને થોડી જ વારમાં ભાયાભાઈ સ્થળ પર પહોચ્યા હતા.  જ્યાં ફરજ પરના કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગલતુભા જાડેજા અને સ્ટાફ સાથે બોલાચાલી કરી ભાયાભાઈએ કાયદેસર ફરજમા રૂકાવટ કરી પોલીસ સ્ટાફને ગર્ભીતધમકી આપી હતી. રાજકારણમાં મારે મોટી ઓળખાણ છે, મોટર સાયકલ તો હું  પાંચ મિનીટમાં છોડાવી લઈશ પણ નોકરી પૂરી થયા પછી તમે ક્યા જશો? એમ કહી ગર્ભિત ધમકી આપી હતી. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here