જામનગર : બપોરે બે વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ ?

0
669

જામનગર : જામનગર જીલ્લામાં સાર્વત્રિક મેઘ મલ્હાર જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી જીલ્લામાં સચરાચર વરસાદ વર્ષી વર્ષી રહ્યો છે. આજ સવારથી જ જીલ્લાના તમામ તાલુકાનોમાં મેઘરાજા કૃપા વરસાવી રહ્યા છે. જીલ્લાના છ તાલુકાઓમાં અડધાથી અઢી ઇંચ વરસાદ પડ્યો છે.

 જામનગરમાં આજે ત્રીજા દિવસે પણ મેઘરાજાની સવારી અવિરત રહી છે. આજ સવારથી જ જીલ્લાના આકાશમાં કાળાડીબાંગ વાદળ રચાયા હતા અને રાગ મેઘ મલ્હાર છેડ્યો હતો. બપોર સુધીમાં જીલ્લામાં અડધાથી માંડી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. જીલ્લામાં બપોરે બે વાગ્યા સુધીના ગાળામાં ધ્રોલમાં બે ઇંચ…લાલપુરમાં પોણા બે ઇંચ, કાલાવડમાં સવા બે ઇંચ. જોડિયામાં એક ઇંચ વરસાદ અને જામનગરમાં અડધો તેમજ જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ વરસાદી માહોલ યથાવત છે…..વાવણી બાદ સાર્વત્રિક વરસાદથી જીલ્લામાં હરખને હેલી પ્રસરી ગઈ છે. સાર્વત્રિક વરસાદના પગલે જળ સંગ્રહ સ્થાનોમાં નવા નીરનો ઉમેરો થયો છે. જેમાં રણજીત સાગર અને લાખોટામાં નવા નીર આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here