જામનગર : કેટલા વ્યક્તિઓનો સમાવેશ થશે કોરોના રસીકરણમાં ? પ્રથમ તબકકામાં કોણ ? જાણો સંપૂર્ણ વિગતો

0
608

જામનગર : જીલ્લામાં ૫૦ હજાર ઉપરાંત વ્યક્તિઓને કોરોના વૈશ્વિક મહામારી કોરોના સામેના મહા સસ્ત્રની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી  હતી તેનો  હવે અંત આવ્યો છે. આજે રાજ્યમાં કોરોના વેકસીનનો પ્રથમ જથ્થો પહોચતો થયો છે. મકરશંક્રાતી બાદ જીલ્લામાં વેક્શનેશ હાથ ધરાશે.

આગામી તા. ૧૬મીથી દેશભરમાં કોરોના વેકસીનનો પ્રથમ તબ્બકો અપનાવવામાં આવશે. રાજ્યમાં પાંચ લાખ ઉપરાંત વ્યક્તિઓને પ્રથમ તબક્કામાં સમાવી લેવામાં આવશે. દરેક જીલ્લા સ્તરે સ્થાનિક વહીવટી તંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી છે. ત્યારે જામનગરમાં પણ તંત્ર દ્વારા અંતિમ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આગામી બે દિવસમાં નિશ્ચિત કોરોના વેક્સીન જામનગર આવી જશે. જેમાં જામનગરમાં પાંચ અને અન્ય  ત્રણ તાલુકામાં ડોજ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ તબ્બ્ક્કામાં આરોગ્ય સહિતના ફ્રન્ટ લાઈન કોરોના વોરિયરને વેકસીન આપવામાં આવશે. ત્યાર બાદ બીજા તબક્કામાં જીલ્લાભરમાં વેકસીનેસન કરાશે. જો આડ અસરના કિસ્સામાં શું કરવું તેની પણ આરોગ્ય તંત્રએ તૈયારી પૂર્ણ કરી છે એમ જીલ્લા સમાહર્તા રવી શંકરે જણાવ્યું છે. પ્રથમ તબ્બ્ક્કામાં ત્રણ હજાર ઉપરાંતના આરોગ્ય કર્મીઓને વેક્સીન આપવામાં આવશે એમ કલેકટરે ઉમેરી જીલ્લાના આઠ સેન્ટર પર રસીકરણ થશે. જામનગર જીલ્લામાં ૫૦ વેકસીન ડોઝ આવવાની છે એમ પણ તેઓએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here