જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી એ મેઘ સવારી આખરે આવી પહોંચી છે છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લાના છ તાલુકામાં એક થી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ગઈકાલે સવારે 6:00 વાગ્યાથી આજે વહેલી સવારે 06:00 વાગ્યા સુધીમાં અમુક ગામડામાં ત્રાટક વરસાદ પડ્યો છે જ્યારે જામનગર શહેરમાં માત્ર અડધા ઇંચ વરસાદમાં પાણી પાણી થઈ ગયું છે અમુક વિસ્તારોમાં ગોઠણ સમાણા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
જામનગર જિલ્લામાં મેઘરાજાની રૂમઝૂમ સવારી આવી પહોંચી છે જિલ્લાના છો તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે સૌથી વધુ વરસાદ કાલાવડ તાલુકામાં નોંધાયો છે જો તાલુકા વાઇસ આંકડાની વાત કરવામાં આવે તો,
જામનગર તાલુકાના વસઈ લાખાબાવળ, મોટીબાણુગાર, અલિયાબાડામાં અડધો ઇંચ વરસાદ, દરેડ, મોટી ભલસાણ અને જામ વણથલીમાં એક એક વરસાદ નોંધાયો છે. જ્યારે જોડિયા તાલુકાના હડીયાણા, બાલંભા અને પીઠડ ગામમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણીમાં અડધો અને લૈયારામાં એક ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ સાંપડ્યા છે.
જ્યારે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે ત્રણ ઇંચ ,ખરેડીમાં અઢી ઇંચ, નિકાવા, નવાગામ અને મોટા પાંચ દેવડા ગામમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે.
ઉપરાંત જામજોધપુર તાલુકાના સમાણા વાસજાળીયા, ધ્રાફા અને પરડવા ગામમાં એક-એક ઇંચ વરસાદ, શેઠ વડાળા અને જામવાડીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે
જ્યારે લાલપુર તાલુકાના પડાણા ગામે બે ઇંચ, મોટા ખડબા અને મોડપર હરીપર ગામે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.