જામનગર: જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોનગર વિસ્તારમાં એસોસીએશનની ઓફીસ પાસે ગઈ કાલે સાંજે મોટર સાયકલ પર ઘર તરફ જતા દાદા પુત્રને બુલેટ થી આંતરી લઇ બુલેટ સવાર બે ઉપરાંત અન્ય બે બાઈક પર આવેલ કુલ પાંચ સખ્સોએ પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરી સખ્ત માર મારી ગંભીર ઈજાઓ પહોચાડી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. મામલતદાર ઓફિસે ચૂંટણીના જામીન આપી ઘરે જતા દાદા પૌત્ર પર આરોપીઓ તૂટી પડ્યા હોવાનું ફરિયાદ માં જાહેર થયું છે.
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં શાસ્ત્રીનગર શંકર દાદાના મદિર પાછળ રહેતા પીયુસભાઈ રમેશભાઈ ખરા પોતાના મોટરસાયકલમાં બેસી ગઈ કાલે સાંજે છ સાડા છ વાગ્યાના સુમારે પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ઉધોગ નગર એસોસીયેશન ઓફીસ પાસે પાછળથી બુલેટ મોટર સાયકલ પર આવેલ બ્ઉરિજરાજસિંહ જેઠવા અને તેના સાથેના અજાણ્યા સખ્સે દાદા પુત્રની બાઈકને પાછળથી ઠોકર મારી નીચે પછાડી દીધા હતા. તેમજ તેનીસાથેના અજાણ્યા આરોપીઓ એક્ટિવા ઉપર કાળા કલરના લોખંડના પાઈપ લઈ તેમજ બીજા એક મોટર સાઈકલમા પાછળ બેસેલ ઈસમના હાથમા એક પાઈપ તથા એક લાકડી સાથે દાદા પૌત્ર પર આરોપીઓ એ એકસંપ ગે.કા મંડળી રચી ધોકા પાઈપ વતી હુમલો કર્યો હતો
આ હુમલામાં પીયુસભાઈને બન્ને હાથ તથા બન્ને પગે ફેક્ચર જેવી ઈજા કરી તેમજ જમણા પડખામા ઈજા કરી તથા તેમના દાદાને બન્ને પગ તથા જમણા હાથએ મુંઢ ઈજા કરી જાતી પ્રત્યે પ્રત્યે હડધુત કરીહથીયાર બંધી જાહેર નામાનો ભંગ કરી એક બીજા ને મદદગારી કરી હતી આ બનાવ અંગે સીટી સી ડીવીજન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્ગુયવાહી હાથ ધરી છે. મામલતદાર કચેરીએ ચૂંટણી સબંધિત જામીન આપી દાદા અને તેનો પૌત્ર પરત શંકર ટેકરી વિસ્તારમાં પોતાના ઘર તરફ આવતા હતા ત્યારે આરોપીઓએ પાછળથી વાહનોમાં આવી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.