જામનગર: નશાનો વેપલો કરતું દંપતી મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયું

0
915

જામનગરમાં નશા નો કારોબાર ચલાવી રહેલા એક દંપત્તિ ને રૂપિયા ૬ લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એસ.ઓ.જી. ની ટીમે ઝડપી લીધા છે. જેઓ રાજકોટ તરફથી બસ મારફતે ડ્રગ્સનો જથ્થો લઈને જામનગરમાં ઘુસાડવા ની પેરવી કરે તે પહેલા ખીજડીયા બાયપાસ પાસેથી એસોસીએ ઝડપી લીધા હતા. જે દંપતિની સાથે જોડાયેલા અન્ય એક શખ્સનું નામ ખુલ્યું છે, જ્યારે મુંબઈથી એક નાઈઝીરીયન નાગરિક પાસેથી આયાત કર્યું હોવાથી તપાસનો દોર મુંબઈ સુધી લંબાવાયો છે.

જામનગર નજીક હાપા લાલવાડી આવાસ કોલોની વિસ્તારમાં રહેતું દંપત્તિ સલીમ કાદરભાઈ લોબી (૪૧) અને રેશમાબેન સલીમભાઈ લોબી (૪૦વર્ષ), કે જે બંને નસીલા પદાર્થ ને અન્ય રાજ્યમાંથી આયાત કરીને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યા છે, જે દંપતી રાજકોટ થી બસ મારફતે જામનગર તરફ આવી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન સલીમ કાદરભાઈ અને તેની પત્ની રેશમાબેન કે જે બંને બસમાંથી ઉતરીને જામનગરમાં ઘુસવાનો પ્રયત્ન કરે તે પહેલા જ એસ.ઓ.જી. ની ટુકડી એ બંનેને અટકાયતમાં લઈ લીધા હતા. જેઓની તલાસી લેતાં તેમના કબજા માંથી રૂપિયા ૬ લાખની કિંમતનો ,નશીલા પદાર્થ મેં પેટ્રોલનો જથ્થો ૬૦ ગ્રામ પાઉડર મળી આવ્યો હતો.


આથી પોલીસે રૂપિયા ૬ લાખની કિંમતનું ડ્રગ્સ તેમજ રૂપિયા ૩૯૦ ની રોકડ રકમ અને ત્રણ નંગ મોબાઈલ ફોન સહિત ૬.૭૩ નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. જે દંપત્તિને પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં સુપ્રત કરી દેવાયા હતા, અને જે ડી પરમાર ની ફરિયાદના આધારે તે બંને સામે એનડીપીએસ એક્ટની કલમ સી ૨૯ મુજબ ગુનો નોંધ્યો છે અને બંનેની વિશેષ પૂછપરછ હાથ ધરી હતી.


ઉપરોક્ત જથ્થો ક્યાંથી મેળવ્યો છે, તે અંગેની પૂછપરછ કરતાં તેઓએ મુંબઈમાં ડુંગળી વિસ્તારમાં મનીષ માર્કેટ પાછળના ભાગમાં રેલવે ના પાટા પાસેથી જોન નામના નાઈઝિરિયન નાગરિક પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. ઉપરાંત તેઓની સાથે સમીર ઈકબાલભાઈ સમા નામનો શખ્સ કે જે પણ દ્રાક્ષમાં જથ્થો મંગાવવામાં જોડાયો હોવાનો જાણવા મળ્યું હતું. જેથી પોલીસે રિકબાલભાઈ સમા તથા નાઇજીરીયન નાગરિક ઝોન જે બંનેને ફરારી જાહેર કર્યા છે, અને તપાસનો દોર મુંબઈ સુધી લંબાવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here