જામનગર કસ્ટમનું મોટું ઓપરેશન: 3 જિલ્લામાં 13 મોબાઈલ શોપ પર દરોડા

0
1231

જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રભરમાં ત્રણ જિલ્લાઓમાં મોબાઈલ સોપ પર દરોડા પાડી જંગી ડ્યુટી ચોરી પાડી છે. જામનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં આવેલ મેહુલ અને નવરંગ મોબાઈલ કપનીના શો રૂમો પર કરવામાં આવેલ કાર્યવાહીમાં બે કરોડ ઉપરાંતના આઈ ફોન અને એસેસરીઝ કબજે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ સંસ્થાનોએ છેલ્લા બે-ત્રણ વર્ષમાં જંગી ડ્યુટી ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને કસ્ટમની ટીમે તમામ સંથાનો પરથી વેચાણ રજીસ્ટર પણ કબજે કર્યા છે. સુત્રોનું માનવામાં આવે તો ૫૦૦ ઉપરાંત આઈફોન કબજે કર્યા છે આ દુબઈથી ભારતમાં મુંબઈ, ચેન્નઈ સહીત ચાર શહેરમાં મોબાઈલ ગ્રે માર્કેટમાં સપ્લાય કરવામાં આવતો હતો ત્યારે સૌરાષ્ટ્રમાં આવતો હોવાનું સામે આવ્યું છે આગામી દિવસોમાં વધુ કડાકા ભડાકા થવાની સમભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. કસ્ટમે મોડી રાત સુધી કાર્યવાહી કરી તમામ સંસ્થાનો સીલ કર્યા છે.

જામનગર, રાજકોટ, મોરબી અને મોરબી જીલ્લાના વાંકાનેરમાં આવેલ નવરંગ અને મેહુલ કંપની અને તેની સાથે સંકળાયેલ જુદા જુદા તેર સંસ્થાનો પર કસ્ટમની જુદી જુદી તેર ટીમ દ્વારા કાર્યવાહી કરી હતી. જેમાં જામનગરમાં લીમડાલાઈન વિસ્તારમાં આવેલ ચાર, મોરબીમાં ત્રણ, એક વાંકાનેર અને રાજકોટમાં આવેલ પાંચ એકમો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કંપની દ્વારા વિદેશમાંથી આઈફોન આયાત કરી ડ્યુટી ચોરી આચરવામાં આવતી હોવાની બાતમીને લઈને બંને વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.ગઈ કાલે સવારથી શરુ થયેલ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી અને ટીમોએ ૨૦૦ ઉપરાંત મોબાઈલ ફોન અને એસેસરીઝ કબજે કરી હતી. આ તમામ મોબાઈલ બીલ વગરના એટલે કે ડ્યુટી ભર્યા વગરના હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા બે ત્રણ વર્ષથી આ શો રૂમ પરથી વેચવામાં આવેલ મોબાઈલ અંગેનું વેચાણ સહિતનું રજીસ્ટર પણ કબજે કરવામાં આવ્યું હતું. આ પ્રકરણની સંપૂર્ણ તપાસ બાદ ૫૦૦ ઉપરાંત મોબાઈલ અને એસેસરીઝની ડ્યુટી ચોરી સામે આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી કસ્ટમના પ્રિન્સિપલ કમિશ્નર ડો. રામનિવાસ, એડીશનલ કમિશ્નર મોહિત અગ્રવાલ, ડેપ્યુટી કમિશ્નર ડો. સરન્યા સી અને સુપ્રિટેન્ડન્ટ આર એમ મીના દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here