જામનગર: ચકચારી હેતુફેર પ્રકરણમાં જીલ્લાના આ અધિકારીઓ-પદાધિકારીઓ સામે કોર્ટ ઓફ કન્ટેપ્ટની નોટીશ

0
2020

તાજેતરમાં જામનગર નજીકના દરેડ ગામનું હેતુફેર પ્રકરણ બહુ ગાજ્યું હતું. આ પ્રકરણના અંગારા હજુ સમ્યા નથી ત્યાં કનસુમરાની ખેતીની જમીનોને  ઔધોગીક હેતુમાં ટ્રાન્સફર કરવા અંગેનું વધુ એક પ્રકરણ સામે આવ્યું છે.  સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલ હેતુફેરની કાર્યવાહીને વડી અદાલત લઇ જવામાં આવી છે. જેને લઈને હાઈકોર્ટ દ્વારા જવાબદારોને કોર્ટ ઓફ કન્ટેમની નોટીસ પાઠવવામાં આવી છે. નોટીશ ઇસ્યુ થતા જ જામનગરના બિલ્ડર લોબીમાં ફરી જોન અને હેતુફેરને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ, જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ એટલે કે ‘જાડા’ ના ઠરાવના આધારે તા. ૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સરકાર દ્વારા નોટીફીકેશન બહાર પાડી જામનગર તાલુકાના કનસુમરા ગામના જુના રે.સ.નં. ૧૭૪, ૧૭૫, ૧૭૬, ૧૭૮ પૈકી, ૧૭૯ પૈકી, ૧૮૦, ૧૮૧, ૧૮૨, ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૮૭ પૈકી તથા ૧૮૮ પૈકીના સરવે નંબરો વાળી ખેતીની જમીન એગ્રીકલ્ચર ઝોનમાંથી મુકત કરી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ટ્રાન્સફર અંગે બંધારણથી પ્રસ્થાપીત કાયદા અને  ગુજરાત હાઈકોર્ટના હુકમ વિરૂધ્ધ તથા હુકમોના અનાદરની કાર્યવાહી કરવામાં આવી હતી., આ ગેરકાયદેસરની કાર્યવાહી સામે કનસુમરાના ખેડુત દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટ ઓફ કન્ટેમ્પની અરજી કરવામાં આવી હતી. આ ગેરકાયદેસરની કાર્યવાહીમાં સંમીલીત તમામ જવાબદારો સામે કોર્ટ ઓફ કન્ટેમ્પના પગલા લેવા અરજી કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા  હુકમના અનાદર વીરૂઘ્ધ નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે.  તા. ૧-૮-૨૦૨૩ ના જવાબદારોને હાજર થવા હુકમ કરેલ છે. ગુજરાત હાઈકોર્ટમાં અરજદાર દ્વારા એડવોકેટ ગીરીશ આર. ગોજીયાના માધ્યમથી કાર્યવાહી કરવામાં આવી હતી.

કોને કોને નોટીસ પાઠવવામાં આવી ?

એક) ગુજરાત સરકાર

બે) મુખ્ય સચિવ

ત્રણ) વેદાંત જોશી, સેક્શન ઓફીસર

ચાર) કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા

પાંચ) ડી, જે, વેદાંત, ડીપાર્ટમેન્ટ ટાઉન પ્લાનિંગ એન્ડ વેલ્યુએશન

છ) આરએસી, મિતેશ પંડ્યા

સાત) ધરમસી ચનીયારા, પ્રમુખ જીલ્લા પંચાયત જામનગર

આઠ) મનીષ કટારીયા, ચેરમેન, જામનગર મહાનગરપાલિકા

નવ) બીજલ શાહ, કલેકટર, જામનગર

દશ) જીગીષા ગઢવી, સીઈઓ, જાડા

કોને સતા ? કેવી હોય છે પ્રક્રિયા ??

ભારતના બંધારણમાં પ્રસ્થાપીત થયેલ કાયદાની જોગવાઈ મુજબ દરેક જીલ્લામાં કરવાના વિકાસ અન્વયે પ્લાન બનાવવા અને આનુસાંગીક કાર્યવાહી કરવા માટે ડીસ્ટ્રીકટ પ્લાનીંગ કમીટી (ડી.પી.સી.) ની જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે ગુજરાત હાઈકોર્ટ દ્વારા દરેક જીલ્લામાં ડીસ્ટ્રીકટ પ્લાનીંગ કમીટીની નીમણુંક કરવા હુકમ કરવામાં આવ્યો છે.  જીલ્લામાં કરવાના વિકાસ પ્લાન બનાવવા અને તે અન્વયે આનુસાંગીક કાર્યવાહી કરવા અને સરકારમાં દરખાસ્ત કરવાની સતા માત્રને માત્ર ડીસ્ટ્રીકટ પ્લાનીંગ કમીટીને આપવામાં આવી, પરતું  જામનગર વિસ્તાર વિકાસ સતામંડળને કાયદાની જોગવાઈ અને ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ વિકાસ પ્લાન અંગે ઠરાવ કરવાની સતા ન હોવા છતાં બંધારણથી પ્રસ્થાપીત કાયદા અને ગુજરાત હાઈકોર્ટના હુકમ વિરૂધ્ધ ઠરાવો કરવામાં આવ્યા છે. આવા ગેરકાયદેસરના ઠરાવના આધારે સરકાર દ્વારા તા. ૨ જાન્યુઆરી ૨૦૨૩ના ઝોન ટ્રાન્સફર અંગે નોટીફીકેશન બહાર પાડવામા આવ્યું છે.  આ તમામ ગેરકાયદેસરની કાર્યવાહી સામે કનસુમરાના ખેડુત અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હુકમના અનાદર અંગે કન્ટેમ્પ પીટીશન દાખલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here