જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લા ભાજપની નવી બોડીની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રમુખ તરીકે રમેશ મુંગરાની નિમણૂંક થયા બાદ તેની આગેવાની નીચે આઠ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, આઠ મંત્રી અને એક કોષાધ્યક્ષ સહિત 21 હોદેદારોની ટીમ સુનિશ્ર્ચિત કરી દેવામાં આવી છે.

પ્રદેશ ભાજપા દ્વારા જામનગર જિલ્લા ભાજપાની કમાન્ડ પક્ષના પીઢ નેતા અને કાર્યકર એવા રમેશ મુંગરાને સોંપી પ્રમુખ તરીકેની જવાબદારી નક્કી કરવામાં આવી છે. પ્રમુખ નક્કી થઇ ગયા બાદ આજે સંગઠ્ઠનનું આખું માળખુ જાહેર થયું છે. જેમાં આઠ ઉપપ્રમુખનો સમાવેશ થાય છે. ભનુભાઇ ચૌહાણ, દયાળજીભાઇ જીવાણી, ગણેશભાઇ મુંગરા, સુધાબેન વિરળીયા, નીતાબેન પરમાર, ગાંડુભાઇ ડાંગરીયા, રેખાબેન કગથરા અને રણમલભાઇ કાંબરીયાને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
જયારે મહત્વના એવા મહામંત્રી પદે જામનગરના વકિલ દિલીપભાઇ ભોજાણી, સેવકધુણીયાના પ્રવિણસિંહ જાડેજાને રીપીટ કરવામાં આવ્યા છે. જયારે નવા ચહેરા તરીકે કાલાવડના મનોજભાઇ જાનીને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત મંત્રી તરીકે કૌસીકભાઇ રાબડીયા, નાથાભાઇ વારસકીયા, લખધીરસિંહ જાડેજા, હીનાબેન રાખોલીયા, કાંતીલાલ નંદા, નયનાબેન ત્રિવેદી, પુષ્પાબેન રાઠોડ, હર્ષાબેન રાજગોર અને કોષાધ્યક્ષ તરીકે જાદવજીભાઇ રાઘવાણીનો સમાવેશ થાય છે.
જયારે જામનગર શહેરનું માળખુ પણ સુનિશ્ર્ચિત કરી દેવામાં આવ્યું છે. જેમાં અધ્યક્ષ તરીકેની વિમલભાઇ કગથરાની સોંપાયેલી જવાબદારી બાદ તેની નીચે ટીમનું માળખુ આજે જાહેર થયું છે. જેમાં 8 ઉપાધ્યક્ષમાં ખુમાનસિંહ સરવૈયા, અમીબેન પરીખ, મોનીકાબેન વ્યાસ, કે.જી.કનખરા, વિનોદભાઇ ખીમસુરીયા, જયોતિબેન ભારવાડીયા, હેમલભાઇ ચોટાઇ, વસંત ગોરીનો સમાવેશ થાય છે. જયારે મહામંત્રી તરીકે પ્રકાશભાઇ બાંભણીયાને રીપીટ કરવામાં આવ્યા છે. જયારે ગોપાલભાઇ સોરઠીયા અને વિજયસિંહ જેઠવાને મહામંત્રી તરીકેનો હોદો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત મંત્રી તરીકે ભાવનાબેન સોલંકી, દયાબેન પરમાર, દિલીપસિંહ કંચવા, ડિમ્પલભાઇ કણઝારીયા, પરેશ દોમડીયા, કિર્તીભાઇ પટેલ, ભાવિશાબેન ધોળકીયા, શોભનાબેન પઠાણ જયારે કોષાધ્યક્ષ તરીકે વિનોદભાઇ ગોંડલીયાને પદભાર સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત કાર્યાલય મંત્રી તરીકે મનહરભાઇ ત્રિવેદી અને નિશાંતભાઇ અગારાનો સમાવેશ કરવામાં આવ્યો છે.