જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં છુટક કામ કરી પેટ્યું રળતા મેર પરિવાર પર ત્યારે વજ્ર ઘાત પડ્યો જ્યારે પરિવાર જેવો જ ધરોબો ધરાવતા પાડોશી સખ્સે બાર વર્ષની બાળકીને ક્રુરતા પૂર્વક રહેશી નાખી, ટીફીનનો વ્યવસાય કરતા પરિવાર પાસેથી ટીફીન મંગાવી, ટીફીન આપવા ગયેલ બાળકી પર ૫૭ વર્ષનો ઢાંઢો છરી વડે ક્રુરતા પૂર્વક સવાર થઇ ગયો અને ઉપરાઉપરી ૧૪ થી ૧૫ ઘા છાતી સહિતના ભાગે ઝીંકી બાળકીની નિર્દય હત્યા નીપજાવી નાશી ગયો
સવારે હસતા હસતા જાગેલા પરિવારની સાંજ પડતા પડતા જીંદગી મરસીયામય બની જશે એવી કલ્પના પણ કરી નહી હોય, જામનગરના રાજ પાર્કમા રહેતા મેર પરિવારે જોજનો દુર પણ કપલના ન કરી શકે એવી ઘટના સાંજ પડતા પડતા બની ગઈ, પરિવારના મહિલા શાંતાબેન ટીફીન બનાવી મેસ ચલાવતા હતા અને તેના જ પતિ રમેશભાઈ કારાવદરા ટ્રક ચાલક તરીકેનો વ્યવસાય કરી પરિવારનું જેમ તેમ ભરણપોષણ કરતા હતા. જે દંપતી પર વજ્રઘાત પડ્યો છે તે શાંતાબેન રમેશભાઈ કારાવદરા અને રમેશભાઈ કારાવદરા નામનું દંપતી પોતાના મકાનના કામ સબબ બપોર બાદ શરુ સેક્શન રોડ પર ગયા હતા. પાછળ તેના પાડોશી એવા આરોપી લાલજીભાઈ કૈલાસભાઈ પંડ્યાનો ફોન આવ્યો અને ટીફીન પહોચાડી દેવા કહ્યું હતું.
જેથી રમેશભાઈએ તેની ઘરે રહેલ પુત્રીને ફોન કરી લાલજીભાઈને ટીફીન પહોચાડી આવવા કહ્યું હતું. પિતાએ કહેતા બાર વર્ષીય માસુમ દ્રષ્ટિ ટીફીન લઇ લાલજીને ત્યાં પહોચી પછી પરત જ ફરી, પાડોશી મકાન માલિકે રમેશભાઈને ફોન કરી તેમની દીકરી લોહીલુહાણ હાલતમાં તરફડીયા મારતી હોવાનું કહ્યું હતું. આવી જાણ થતા જ મેર દંપતી કામ પડતું મૂકી ઘરે આવ્યા હતા જ્યાં જોયું તો દીકરી લોહીના ખાબોચિયામાં અંતિમ શ્વાસ ભરતી હતી, દંપતીએ ઘાયલ પુત્રીને હોસ્પિટલ ખસેડી પણ જીવ બચાવી ન શકાયો, કારણ કે યમ બની ગયેલ લાલજીએ માસુમ બાળકી પર છરી વડે ક્રુરતા પૂર્વક હુમલો કરી, ૧૪ થી ૧૫ ઘા ફટકારી દઈ નાશી ગયો હતો.