જામનગર : એક્સ આર્મીમેન અને તેની પત્નીએ એસ્ટેટ અધિકારી અને ટીમને માર માર્યો, કારણ છે આવું ?

0
1596

જામનગર અપડેટ્સ : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈ કાલે મેહુલનગર વિસ્તારમાં મોટા ગેઇટ પાસે હાથ ધરવામાં આવેલ ગેરકાયદેસરના દબાણ હટાવ કામગીરી વખતે દંપતીએ વાણી વિલાસ આચરી, એસ્ટેટ અધિકારી અને તેની ટીમ પર હુમલો કરી ફરજમાં રુકાવટ કરી હતી. આ ઉપરાંત પોતાના ગેર કાયદેસરના દબાણ અંગે અરજી કર્યાનો ખાર રાખી દંપતી પૈકી મહિલાએ પાડોશી મહીલાને ત્રણ તમાચા છોડી દીધા હતા. આ બનાવના પગલે અફરાતરફી મચી ગઈ હતી. દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને એસ્ટેટ શાખાની ટીમને સાથે રાખી સીટી બી ડીવીજન દફતર પહોચી આરોપી દંપતી સામે ફરિયાદ નોંધાવી હતી.

જામનગરમાં વધુ એક વખત મહાનગરપાલિકાની ટીમ પર હુમલો થયો છે. શહેરના મેહુલ પાર્ક,મોટાગેટ પાસે, બંધ ગલીમા રહેતા એક્સ આર્મીમેન હિતેન્દ્રસિંહ ભગવાનજીભાઇ વાળા નામનાં આસામીએ પોતાના ઘર પાસે ગેર કાયદેસર રીતે દીવાલ ઉભી કરી બાંધકામ કર્યું હોવાની અરજીના અનુસંધાને ગઈ કાલે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા બાંધકામ હટાવવા સાંજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લઈને સ્થળ પર આવી ચડેલ એક્સ આર્મીમેન હિતેન્દ્રસિંહ ભગવાનજીભાઇ વાળા અને તેમના પત્ની તેજલબા હિતેન્દ્રસિંહ વાળાએ એસ્ટેટની ટીમ સામે બેફામ વાણી વિલાસ આચાર્યો હતો. ત્યારબાદ ઉસ્કેરાઈ જઈ એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત પર હુમલો કરી માર માર્યો હતો. જેને લઈને દોડધામ મચી ગઈ હતી. એસ્ટેટની ટીમ પર હુમલો કર્યા બાદ આરોપી મહિલાએ તેની બાજુમાં રહેતા નિરૂબાને કહેલ કે,તમારા જમાઇનુ ઘર અમારા ઘરની બાજુમા છે જેથી તમે અમારા ઘરની દિવાલ ગેર કાયદેસર છે તેવી ફરીયાદ જામનગર નગરપાલિકા કરેલ છે જેથી આજ રોજ નગરપાલિકાના મણસો અમારી દિવાલ તોડીનાખેલ છે આમ કહી તેનો ખાર રાખી તેણી નિરૂબાને ત્રણ ફડાકા ચોળી દીધા હતા. આ ઉપરાંત બન્ને આરોપીઓએ  નિરૂબાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રુકાવટ કરી હતી. આ ઘટના અંગે એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિતે જણાવ્યું હતું કે, એકસઆર્મીમેને જાહેરમાર્ગ પર દિવાલ ખડકી દીધી હતી. આથી નિયમ મુજબ કાર્યવાહી કરી 15 દિવસમાં દિવાલ સ્વેચ્છાએ દૂર કરવાની ખાતરી આપી હતી. પરંતુ ત્રણ મહિના થવા છતાં દિવાલ દૂર ન કરતા મંગળવારે દિવાલ તોડી પાડવામાંની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે એકસઆર્મીમેને મારા પર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. આ બનાવને પગલે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ કાફલો સ્થળ પર પહોચ્યો હતો અને તંગ સ્થિતિ થાળે પાડી હતી. પોલીસે આરોપી દંપતી સામે આઈપીસી કલમ ૩૫૩,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here