જામનગર : પ્રૌઢના એકના એક દીકરાને ત્રણ આરોપીઓએ ત્રાસ આપી મરવા મજબુર કર્યો, આવો છે બનાવ

0
740

જામનગર અપડેટ્સ : જામનગરમાં બાર દિવસ પૂર્વે ઝેરી દવા પી આપઘાત કરી લેનારા યુવાનને મરવા મજબુર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. ભાગીદાર સાથેના ધંધામાં મંદી આવી જતા નફાની રકમમાં ઓટ આવી અને પૈસા ચુકવવામાં તકલીફ થતા ભાગીદાર અને તેના ભત્રીજા તેમજ અન્ય એક સખ્સે ધાક ધમકીઓ આપી પરેશાન કરતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.

જામનગરમાં ખોજાનાકે ટીટોડીવાડી પાછળ બંગલાવાડીમાં રહેતા શાહબાઝ ઉમરભાઈ અલ્લારખાભાઈ ઠાસરીયા ઉવ ૨૩ નામના યુવાને ગત તા. ૨૦મીના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા ઉમરભાઈએ ત્રણ સખ્સો સામે પોતાના એકના એક પુત્રને મરવા મજબુર કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે.

આરોપી મહમદ સામેજા સાથે પુત્ર શાહબાઝ રેડીમેડીટ કપડાનો થતા અન્ય ધંધાઓ શરુ કર્યા હતા. જેમાં આરોપી મહમદે રૂપિયા ૧૨ લાખ ૯૫ હજારનું રોકાણ કર્યું હતું. પરંતુ કોરોનાના સમયમાં ધંધો પડી ભાંગતા શાહબાઝ આર્થિક મુશ્કેલીમાં ફસાયો હતો અને મહમદને નફાની મૂડી પહોચાડી શક્યો ન હતો. જેને લઈને મહમદે ભાગીદાર શાહબાઝ પાસેથી ઉઘરાણી શરુ કરી હતી પરંતુ  રૂપિયા ન આવતા ભાગીદાર અને તેના ભત્રીજા ઇમ્તીયાઝ એ પણ ધમકી આપી હતી. દરમિયાન આ બન્ને આરોપીઓએ પિતા-પુત્રને હસન ઇબ્રાહીમ ખફી ઉર્ફે હસનબોસની ઓફિસે બોલાવી પૈસાની ઉઘરાણી કરી હતી જે તે સમયે હસને પણ પૈસા આપવા જ પડશે એમ કહ્યું હતું. દરમિયાન ગત તા. ૨૯/૮/૨૦૨૦ના રોજ ઉમરભાઈએ ભાગીદાર મહમદ અને તેના ભત્રીજાને ઘરે બોલાવી હાલ પૈસાની વ્યવસ્થા નહી થઇ હોવાનું જણાવ્યુ હતું જેને લઈને આરોપીઓએ એક મહિનાનો સમય આપ્યો હતો અને તા. ૨૦/૯ સુધીમાં રૂપિયા પહોચાડી દેવા કહ્યું હતું. પરંતુ આ તારીખે રૂપિયાની વ્યવસ્થા નહી થતા શાહબાઝે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. એકના એક પુત્રના મોતથી વ્યથિત બનેલ પિતાએ ગઈ કાલે રાતે આરોપીઓ સામે પુત્રને મરવા મજબુર કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here