જામનગર : બબ્બે વખત સગપણ તૂટી જતા યુવતીએ આયખું ટુકાવ્યું

0
345

જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં પટેલવાડી શેરીમાં રહેતા એક પરિવારની પુત્રીએ અગમ્ય કારણસર જેરી દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન હોસ્પિટલ ખસેડાયેલ પરિણીતાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બ્યુટીપાર્લર ચલાવતી અપરણિત યુવતીનું બીજી વખત થયેલ સગપણ તૂટી ગયા બાદ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.


જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં પટેલ વાડી શેરી નંબર પાંચમાં રહેતી ઉર્વશીબેન રમેશભાઈ રાયચુરા ઉ.વ-૨૯ નામની પરિણીતાએ ગઈ તા. ૦૩/૧૨/૨૦૨૧ ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અગમ્યકારણસર તેણીએ આ પગલું ભરી લેતા તેણીને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાળવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ શ્યામે જાણ કરતા સીટી બી ડીવીજન પોલીસે હોસ્પીટલ પહોચી મૃતકનો કબજો સંભાળ્યો હતો. પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ પરિણીતાની  બે વખત સગાઇ તૂટી ગઈ હતી જેથી લાગી આવતા તેણીએ આ પગલું ભીર લીધું હતું. બ્યુટીપાર્લર ચલાવતી યુવતીના આપઘાતથી પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here