જામનગર : આ સામાજિક સંબંધ વચ્ચે દીવાર ચણાઈ જતા યુવતીએ મોત વ્હાલું કર્યું, આવી છે ઘટના

0
376

જામનગર : સામાજિક સબંધોમાં ખટાસ જરૂર આવતી રહેતી હોય છે અમુક લોકો સબંધ અને જીંદગી વચ્ચે તાલમેલ કરી લેતા હોય છે જયારે અમુક લોકો નાશીપાસ થઇ જતા હોય છે. આવા જ એક સબંધમાં તિરાડ પડતા નાશીપાસ થયેલ યુવતીએ આપઘાત કરી જીવતરનો અંત આણ્યો છે. જેને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગરમાં રાંદલનગર વિસ્તારમાં રહેતી મનસ્વીબેન જયેશભાઇ મગલાણી ઉ.વ. ૧૯ રહે. રાંદલનગર જામનગર વાળાએ ગઈ કાલે ગળાફાસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કરતા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે તેણીના પરિવારજનોનું નિવેદન નોંધ્યું હતું. તેણીની સગાઇ છ મહિના પહેલા થઈ હતી આ સગાઇ તા. ૨૮/૦૨/૨૦૨૧ના રોજ તુટી જતા તેણીને લાગી આવ્યુ હતું અને સતત ગુમસુમ રહ્યા બાદ તેણીએ ગળાફાસો ખાઈ લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here