જામનગર : ત્રણ દિવસે ત્રીજી રિવોલ્વર પકડાઈ આ ગામમાંથી, જાણો કોણ છે આરોપી

0
718

જામનગર : જામનગર જીલ્લાના નવાગામમાંથી વધુ એક રિવોલ્વર રિવોલ્વર પકડાતા છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ દેશી હથિયારો મળ્યા છે. હજુ પણ આ ગામમાં અમુક સખ્સો પાસે હથિયારો હોવાની પોલીસને આશંકા છે. પોલીસે ત્રણેય સખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

જામગનર એલસીબીની ટીમે લાલપુર તાલુકાના નવાગામે દરોડો પડી ત્રણ દિવસ પૂર્વે રૂપિયા ૧૦ હજારની કિંમતની દેશી બનાવટની રિવોલ્વર અને બે જીવંત કાર્તીશ સાથે વિરામ મેરામણ મોઢવાડિયા નામના સખ્સને આંતરી લીધો હતો. એલસીબીએ આ સખ્સની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાવતા મેઘપર પોલીસે આરોપીનો કબજો સંભાળ્યો હતો, દરમિયાન આ આરોપીના રિમાન્ડ મેળવી પોલીસ તપાસ  કરે તે પૂર્વે જ મેઘપર પોલીસે વધુ એક વખત નવા ગામે દરોડો પાડી રાજેશ ઉર્ફે રાજુ ગીગાભાઈ મોઢવાડિયા નામના સખ્સને એક દેશી રિવોલ્વર સાથે પકડી પાડ્યો હતો. આ સખ્સના કબજામાંથી પોલીસે એક હથિયાર અને બે કાર્તીશ કબજે કર્યા હતા. આ સખ્સોના રિમાન્ડ મેળવવામાં આવે તે પૂર્વે આજે વધુ એક દરોડો પડી મેઘપર પોલીસે ફરી નવાગામમાં દરોડો પાડી નીલેશ ઉર્ફે પોપટ લખમણભાઈ મોઢવાડિયા નામના સખ્સને પકડી પાડ્યો હતો. આ ત્રણેય હથિયારો યુપીથી ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હજુ વધુ હથિયારો મળવાની આશા સેવી છે. આરોપીના રિમાન્ડ મેળવી મેઘપર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં મેઘપર પીએસઆઈ ડી એસ વાઢેર, એએસઆઈ માંડણભાઈ વસરા, ધાનાભાઈ મોરી, ક્રીપલસીહ જાડેજા, ફૈઝલ ચાવડા, સલીમ મલેક, ખીમાભાઈ જોગલ, વિરેદ્રસિંહ જાડેજા, જેન્તીભાઈ ચોહાણ સહિતના જોડાયા હતા.

NO COMMENTS