જામનગર : કારમાં નીકળેલ શખ્સ પાસેથી પિસ્તોલ અને તમંચો મળી આવ્યા

0
675

જામનગર : જામનગર એલસીબી પોલીસે દિગ્વિજય પ્લોટ ૪૯ વિસ્તારમાં સોનલ માતાના મંદિર પાસે દરોડો પાડી એક સખ્સને કાર સાથે આંતરી લઇ તેના કબજામાંથી એક પિસ્તોલ અને એક તમંચો પકડી પાડ્યો છે. પોલીસે આરોપીના કબ્જા માંથી બે હથિયાર ઉપરાંત ૩૭ જીવંત કારતુસ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને હથિયાર ઉતરપ્રદેશના બે સખ્સો પાસેથી ખરીદ્યા હોવાની આરોપીએ કબુલાત કરી છે.

જામનગરમાં એલસીબી પોલીસે વધુ બે હથિયારો પકડી પાડ્યા છે. જેમાં દિ.પ્લોટ-૪૯ રોડ, સોનલ માતાના મંદિર પાસે એક કારમાં હથિયાર સાથે એક સખ્સ નીકળવાનો હોવાની ચોક્કસ હકીકતને આધારે સમગ્ર સ્ટાફે વોચ ગોઠવી હતી જેમાં શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને આંતરી લીધી  હતી. આ બ્રેજા કારની તલાસી લેતા ચાલક ભીમશીભાઇ ધરણાંતભાઇ આંબલીયા રહે. શંકરટેકરી, શાસ્ત્રીનગર, કિષ્ના ગાર્ડન પાસે, જામનગર મુળ- કલ્યાણપુર, હરીપરગામ જવાના રસ્તે જી.દેવભુમિ દ્રારકા વાળા સખ્સ પાસેથી પરવાના-લાયસન્સ વગર દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ. ૨૫,૦૦૦ તથા વધારાનુ મેગ્જીન અને એક તમંચો કિ.રૂ. ૧૦,૦૦૦ તથા ૩૭ નંગ અલગ અલગ કાર્ટીશો મળી આવી હતી. પોલીસે રુપયા ચાર લાખની કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શશાંકસીંગ ઉર્ફે લડુ અરૂણસીંગ ઠાકુર રહે. ચીલીવીલ્લા જી.આજમગઢ યુ.પી. તથા અભિષેકસીંગ રાજપુત રહે. આજમગઢ યુ.પી. વાળા સખ્સની સંડોવણી ખુલી હતી. જેથી  પોલીસે આ બંને સખ્સોને ફરાર દર્સાવી ત્રણેય સામે આર્મ્સ  એકટ કલમ ૨૫(૧-બી)એ,૨૯ મુજબ ફરિયાદ નોંધી કુલ રૂપિયા ૪,૪૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here