જામનગર : માતાના મઢેથી પરત ફરતા બાઈક ચાલક દંપતીને મોટરસાયકલ ચાલકે ઠોકર મારી

0
253

જામનગર : જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે બપોરે એક મોટરસાયકલ પર સવાર દંપતીના બાઈકને પુર ઝડપે ઘસી આવેલ બાઈક ચાલકે જોરદાર ઠોકર મારી પછાડી દેતા બંન્નેને ઈજાઓ પહોચી છે. અકસ્માત નીપજાવી નાશી ગયેલ બાઈક ચાલક સામે પોલીસે ફરિયાદ નોંધી છે.

આ બનાવની વિગત મુજબ, ગત તા.૨૮/૧૨/૨૦૨૦ના રોજ બપોરના ત્રણેક વાગ્યા દરમ્યાન હર્શદ મીલની ચાલી, વિશાલ બેકરી પાસે, મનસુખભાઇ ગગજીભાઇ ચૌહાણ પોતાના પત્ની વનિતાબેન ઉવ ૪૬ને બેસાડી પોતાના શંકર ટેકરીમાં જૂની જેલ પાસે આવેલ ઘર તરફ જતા હતા ત્યારે સામેથી પુર ઝડપે આવી ચડેલા જીજે ૦૩ ઈબી ૩૯૩૯ નંબરના મોટર સાયકલે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં બાઈક પરથી નીચે પછડાઈ ગયેલ દંપતી પૈકી મનસુખભાઈને જમણા પગમા સાથળના ભાગે ફ્રેક્ચર અને શરીરે છોલછાલની ઇજા કરી તેમજ તેમજ તેમના પત્ની વનિતાબેનને કપાળે છોલછલની તથા શરીરે મુઢ ઇજા પહોચી હતી. આ અકસ્માત નીપજાવી બાઈક ચાલક નાશી ગયો હતો. જયારે ઘવાયેલ દંપતીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જામનગરમાં રહેતું દંપતી પોતાનું મોટર સાયકલ લઇ જામજોધપુર તાલુકાના મહીકી ગામે આવેલ માતાના મઢે દર્શન કરવા ગયું હતું. ત્યાંથી પરત ફરતી વખતે બાઈક ચાલકે ઠોકર મારી દીધી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે સીટીએ ડીવીજન પીએસઆઈ આર.કે.ગુસાઇ  સહિતના સ્ટાફ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here