જામનગર : નાઘેડી નજીક પાસે જીપની ઠોકરે વહુની નજર સામે સાસુનું મોત

0
1008

જામનગર અપડેટ્સ : જામનગર નજીક ખંભાલીયા રોડ પર ગઈ કાલે બપોરે દોઢેક વાગ્યાના સુમારે પુર ઝડપે દોડતી એક જીપએ જોરદાર ઠોકર મારતા વહુની સામે સાસુનું મૃત્યુ નીપજ્યું  હતું. જયારે વહુને પણ ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત નીપજાવી જીપ ચાલક જીપ સાથે નાશી ગયો હતો. પંચકોશી બી ડીવીજન પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર નજીક જામનગર-ખંભાળીયા હાઇવે પરના નાઘેડી ગામના પાટીયા પાસે ગ્રીનવીલા સોસાયટી સામેના રોડ પર ગઈ કાલે બપોરે દોઢેક વાગ્યે સોસાયટીના ગેટ સામે પુર ઝડપે દોડતી જીજે ૧૦ બીઆર ૦૮૮૭ નંબરની જીપના ચાલકે જીપ પુર ઝડપે ચલાવી રસ્તો ઓળંગતા લક્ષ્મીબેન જીવાભાઈ સોનારાત અને તેના પુત્રવધુ સરોજબેનને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. જેમાં લક્ષમીબેન શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે સરોજબેનને પણ શરીરે ઈજાઓ પહોચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત નીપજાવી જીપ ચાલક જીપ સાથે નાશી ગયો હતો. આ બનાવ અંગે ઘટના સ્થળ સામે જ ગ્રીનવિલા સોસાયટીમાં રહેતા મૃતક વૃધ્ધાના પુત્ર જીતેન્દ્રભાઇ જીવાભાઇ સોનરાતએ જાણ કરતા સિક્કા પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે નાશી ગયેલ જીપ ચાલક સામે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ),૩૩૭ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here