
જામનગર અપડેટ્સ: જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામે આવેલ એક ખેડૂતની જમીનની માલિકીના કાનૂની વિવાદ વચ્ચે કૂદેલા એક સખ્સે અન્ય સખ્સોની મદદગારીથી પીએસઆઈ અને પીઆઈ સામે બીભત્સ વાણી વિલાસ કરી એટ્રોસિટીનો કેસ કરવાની ધમકી આપી હોવાની ખુદ પીઆઈએ ફરિયાદ નોંધાવી છે. ખેડૂતના કબજાની વાડીએ આવીને બેસી ગયેલ આરોપીઓને લઈને ખેડૂતે પંચકોશી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પીએસઆઈ સહિતનો સ્ટાફ મોટા થાવરિયા ગામે પહોચ્યો હતો. જ્યાં આરોપીઓએ પીએસાઈની ટીમ સામે બીભત્સ વાણી વિલાસ આચરતા પીએસઆઈએ પીઆઈને જાણ કરી હતી દરમિયાન સ્થળ પર પહોચેલ પીઆઈ સાથે પણ આરોપીઓએ જીભાજોડી કરી ફરિયાદની ધમકી આપતા પોલીસે ત્રણેયને ડીટેઈન કરી પોલીસ દફતર લઇ આવી ફરિયાદ દાખલ કરી હતી.

જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામે રહેતા કાનજી બાબુ સંઘાણીએ ફોન કરી પંચકોશી પોલીસ દફતરને જાણ કરી હતી કે ત્રણ સખ્સો આવીને ઝઘડો કરે છે, જેને લઈને પીએસઆઈ એઆર પરમાર સહિતનો સ્ટાફ થાવરિયા ગામે પહોચ્યો હતો જ્યાં લાલપુર તાલુકા મથકે રહેતો જીતેશ ઉર્ફે જીતુભાઈ ચનાભાઈ ચાવડા નામનો સખ્સ કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામના ઈમ્તીયાઝશા અબ્દુલશા શાહમદાર અને દિગ્વિજયસિંહ મહાવીરસિંહ જાડેજા નામના બે સખ્સો સાથે મળી આવ્યા હતા. દરમિયાન જીતેશે પીએસઆઈ સામે વાણીવિલાસ આચરી એટ્રોસિટી અંગે ફરિયાદની ધમકી આપતા પીએસઆઈ પરમારે પીઆઈ શેખને જાણ કરી હતી દરમિયાન પીઆઈ એમએન શેખ ખાનગી વાહન સાથે મોટા થાવરિયા ગામે પહોચ્યા હતા. જ્યાં જીતેશે પીઆઈ સાથે પણ બીભત્સ વાણીવિલાસ આચરી એટ્રોસિટીની ફરિયાદની ધમકી આપતા પીઆઈએ જીતેશ સહીત તેની સાથેના અન્ય બે સખ્સોને ડીટેઈન કરી પોલીસ દફતર લઈ આવી ફરિયાદ દાખલ કરી હતી.

કેવો છે જમીનનો વિવાદ ???
મોટા થાવરિયા ગામની જે ખેડૂતની જમીનમાં આ ઘટના ઘટી તે જમીન ખેડૂતે કોઈ ભરવાડ આસામીને વેચાણ કરી દીધી હતી. ત્યારબાદ ખેડૂતના વારસદારોએ વારસાઈ હક અંગે કોર્ટમાં દાદ માંગતા હાલ આ જમીન કાનૂની વિવાદિત વાળી જાહેર થઇ હતી અને કબ્જા તથા માલિકીની વિવાદ ચાલી રહ્યા છે. દરમિયાન જમીન વેચાતી લેનાર ભરવાડ આસામી પક્ષે આરોપી જીતેશ વચ્ચે પડ્યો હતો, પોતાની ભાગીદારી કે માલિકી કે કબજો ન હોવા છતાં પણ આરોપી જીતેસએ અગાઉ પણ જમીન માલિક ખેડૂતને જમીનની ઉપજના ઘઉં બાબત ઝઘડ કર્યો હતો. ત્યારે પણ મામલો પંચકોશી પોલીસ સુધી પહોચ્યો હતો. દરમિયાન ગઈ કાલે ફરી જીતેશ અને તેના સાથીદારોએ જમીન પર પહોચી સુલેહ શાંતિનો ભંગ કરી, પોલીસ અધિકારીઓની ફરજમાં રુકાવટ અને ધાક ધમકી આપી હતી. પોલીસે હાલ ફરિયાદ નોંધી ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.