જાલીનોટ: મીડિયાની આડમાં હાટડી ખોલી દેશના અર્થ તંત્રને ભાંગવાનો ધંધો કરતા હતા આ સખ્સો

0
1395

જામનગર: દેશના અર્થ તંત્રને ખોખલું કરવાના કારસ્તાનનો સુરત પોલીસે પર્દાફાસ કરી ત્રણ સખ્સોની ધરપકડ કરી છે. પ્રિન્ટ અને ડીઝીટલ મીડિયાના નામે હાટડીઓ ખોલી આ જ હાટડીઓની આડમાં આ ધંધો ચાલતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પકડી પાડેલ શખ્સે ચાર લાખ રૂપિયાની બનાવતી નોટો બજારમાં ઠાલવી દીધી હોવાની વિગતો સામે આવી છે. જયારે સવા નવ લાખની અન્ય નકલી નોટો કબજે કરવામાં આવી છે. આ રેકેટમાં મધ્યપ્રદેશથી સાહી અને કાગળો મંગાવવામાં આવ્યા હોવાનો પણ ઘટ:સ્પોટ થયો છે. મીડિયાની આડમાં કોઈ તપાસ નહિ થાય એમ અગાઉ ઝારખંડમાં બનાવતી નોટ છાપતા પકડાયેલ સખ્સે મનોમન માની લઇ અન્ય બે સખ્સોની મદદથી સુરતમાં ધંધો શરુ કર્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આઈ કાર્ડ, બુમ આઈડી અને બુમ લોગો સહીત 9.૩૬ લાખની જાલી નોટ પણ કર્બ્જે કરી છે.

દેશના અર્થ તંત્રને ખોખલું કરતા નેટવર્ક એટલે કે બનાવતી નોટો છાપવાનું કૌભાંડ, રાજ્યના જુદા જુદા ભાગોમાંથી સમયાન્તરે આવું કૌભાંડ સામે આવતું જ રહ્યું છે. પરંતુ સુરત ખાતેથી મીડિયાની આડમાં ચાલતા પ્રકરણનો પોલીસે બે મહિનાની જહેમત બાદ ખૂલું પડ્યું છે. ડીસીપી રાજદીપસિંહ નકુમએ સમગ્ર પ્રકરણની વિગતો આપતા જણાવ્યું હતું. કે, પોલીસને છેલ્લા બે માસથી બનાવતી નોટોના નેટવર્ક અંગે ઈનપુટ મળ્યા હતા. જેને લઈને પોલીસ સતત બે માસથી આ પ્રકરણની છાનેખૂણે તપાસ કરતી હતી. આ પ્રકરણમાં પ્રથમ વખત મીડિયાની આડમાં સંડોવણી ખુલવા પામી છે. ફિરોજ શાહ નામનો સખ્સ સુરત હેરાલ્ડ સાપ્તાહિક ન્યૂઝ પેપર અને SH 24 ન્યૂઝ ચેનલ ની આડમાં બનાવટી ચલણી નોટ છાપવાનું મીની કારખાનું ચલાવતો હોવાની ચોક્કસ વિગતો મળતા પોલીસે સતત તપાસ કરતી હતી.

પોલીસે આ પ્રકરણના મૂળ સુધી પહોચવા ક્યારેક ગ્રાહક તો ક્યારેક ધંધાર્થી બની તપાસ ચલાવી હતી. તપાસ દરમિયાન સત્યતા સામે આવતા પોલીસે અલગ અલગ વેશ પલટો કરી દરોડા પાડ્યા હતા. અને બનાવટી ચલણી નોટોના રેકેટને ઉઘાડું પાડ્યું હતું. પોલીસે સ્થળ પર પાડેલ દરોડા દમિયાન બનાવતી નોટો બનાવવા ઉપયોગમાં લેવાયેલ પ્રિન્ટર, નોટ બનાવવા માટેના કાગળો,કટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ફિરોઝ શાહ અને તેના અન્ય બે સાગરીતોને રંગે હાથ પકડી પાડી તેના કબ્જામાંથી  રૂપિયા 9.૩૬ લાખની બનાવતી નોટો કબજે કરી હતી.

પોલીસે આરોપી ફિરોઝની પ્રાથમિક પૂછપરછ કરતા તે સુરત હેરાલ્ડ સાપ્તાહિક ન્યૂઝ પેપર અને SH 24 ન્યૂઝ ચેનલ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. મીડિયાના નામે પોતાના સુધી પોલીસ પહોચી નહી શકે એવા હેતુથી મીડિયાની આડમાં બનાવટી ચલણી નોટ છાપવાનું મીની કારખાનું શરુ કર્યાની કબુલાત કરી હતી.  બનાવતી નોટો છાપવા માટેનો કાગળ અને શાહી મધ્ય પ્રદેશની લઇ આવતો હોવાનું સામે આવ્યું છે. આ રેકેટ પૂર્વે  ફિરોઝ અગાઉ ઝારખંડમાં બનાવટી ચલણી નોટ પ્રકરણમાં ઝડપાઇ ચુક્યો છે. આરોપીએ છાપેલ બનાવટી નોટો પૈકી ચાર લાખની નોટો બજારમાં ઠાલવી દીધી હોવાની પણ કબુલાત કરી છે.  

જાલી નોટ પ્રકરણનો મુખ્ય આરોપી ફિરોજ સુપરું શાહ અગાઉ જમીન દલાલી નું કામ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે આ તમામ મુદ્દાઓ ને ધ્યાને લઈ અલગ અલગ એન્ગલ થી તપાસ શરુ કરી છે. આરોપી ફિરોઝ રાજ્યવ્યાપી નેટવર્ક ચલાવતો હોવાની શકયતા વચ્ચે સુરત પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. મીડિયાની આડમાં પ્રથમ વખત સામે આવેલ જાલીનોટના કૌભાંડને લઈને પોલીસે ઘનિષ્ટ તપાસ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here