‘મારી જાતે જ આ વસ્તુ કરું છું, કોઈએ ખોટી ભેજા મારી કરવી નહી’..લખી યુવાને આપઘાત કર્યો

0
889

જામનગર : યુવાવયે વધી રહેલા આપઘાતના બનાવોને લઈને સમાજ ચિંતકો ચિંતિત છે ત્યાં વધુ એક યુવાને કોઈ દેખીતા કારણ વગર જ જીવતરનો અંત આણી દેતા પરિવાર સહીત ફરી સભ્ય સમાજ ચિંતિત બન્યો છે.

“હું મેહુલ માછી પોતે લખું છું. પપ્પા મમ્મી મને માફ કરજો, મારી જાતે જ આ વસ્તુ કરું છું, મારી લાઈફથી સંતોષ નથી, એટલે આ કર્યું છે. આમાં કોઈનો વાંક નથી. કોઈના પ્રેશરમાં કે કોઈ વસ્તુના પ્રેશરમાં આ નથી કર્યું તો કોઈએ બીજાને બ્લેમ કરવું નહી, આટલી મારી વાત રાખજો, કોઈએ પણ  ખોટી ભેજામારી કરવી નહી, કોઈ જાતની પડતાલ કરવી નહી હું મારી જાતે જ કરું છું. હું આમાં જ ખુશ હોઇશ, કોઈનાથી  કોઈ શીકસ્ત નથી, બધાને થેંક યુ…”

સુરત જીલ્લાના અમરોલી વિસ્તારમાં હરિદર્શન સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ માછી નામના વ્યવસાયીના પુત્ર મેહુલે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પૂર્વે ઉપર મુજબની લખેલ સુસાઈડ નોટ તેના રૂમમાંથી મળી આવી હતી. જો કે સુસાઈડ નોટમાં બનાવ પાછળનું કારણ બહાર આવ્યુ નથી, પરંતુ યુવાન જે યુવતીને પ્રેમ કરતો હતો તે યુવતીની અન્ય જગ્યાએ સગાઇ થઇ જતા આ બનાવ બન્યો હોવાનું તેના  નજીકના મિત્રોનું કહેવું છે. જો કે આ બાબતની કોઈ સતાવાર પુષ્ટિ થવા પામી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here