હું ૫૭નો છું એટલે નિર્ણય લેતા વિચારવું જ પડે, પણ એક વાત ચોક્કસ છે કે..: નરેશ પટેલ

0
762

આજે  જામનગરમાં ધાર્મિક વાતાવરણમાં રાજકારણની એક અલગ તસ્વીર જોવા મળી હતી. પ્રસંગ હતો ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી હકુભા જાડેજા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહની પોથી યાત્રાનો, ધારાસભ્યના ગાંધીનગર વિસ્તારમાં આવેલ ઘરથી શરુ થયેલ પોથી યાત્રા ચાર કિમી સુધી ચાલી હતી,

આ યાત્રામાં સાધુ સંતો ઉપરાંત રાજ્યભરના રાજકીય આગેવાનો જોડાયા. પૂર્વ મંત્રી આરસી ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમાથી માંડી અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ પોથી યાત્રામાં સહભાગી બન્યા, પરંતુ ધ્યાન ખેચે એવો એક રથ હતો, જેમાં ભાજપના અલ્પેશ ઠાકો, વરુણ પટેલની સાથે જોવા મળ્યા  ખોડલધામના ચેરમેન નરેશ પટેલ.

આ તસ્વીરો અને વિડીઓ સામે આવતા જ રાજકારણમાં નવી ચર્ચાઓ શરુ થઇ ગઈ, આજ દિવસ સુધી કોંગ્રેસ અને આપમાં જોડાવવાના અનેક વખતની અટકળો બાદ નરેસ પટેલ ભાજપના નેતાઓ સાથે વિકટ્રી સિમ્બોલ આપતા નજરે પડ્યા, જેને લઈને આગામી સમયમાં નવા રાજકીય સમીકરણો રચાવવા જઈ રહ્યા હોવાનો સંકેત રજુ થયો છે. જો કે આ વાતને ખુદ નરેસ પટેલએ નકારી..એવો સ્વીકાર કર્યો કે જે સમાજલક્ષી કર્યો કરતી પાર્ટી હશે તેમાં તેઓ ચોક્કસ જોડાશે, તો અલ્પેશ પટેલે પાર્ટીમાં હમેશા નરેસ પટેલ જેવા નેતાઓની જરૂર હોવાનું જણાવી અગામી સમયના રાજકીય સમીકરણ અંગે ઇસારો કરતો સુર રજુ કર્યો છે.

નરેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે મારી ઉમર ૫૭ વર્ષની છે, આ ઉમરે રાજનીતિમાં આવવું અને નિર્ણયો લેવા એ થોડો સમય માંગી લ્યે એવી બાબત છે પણ એ ચોક્કસ છે કે જે પાર્ટી સમાજ માટે કામ કરશે એ જ પાર્ટીમાં જવાનું પસંદ કરીશ અને ટૂંક સમયમાં જ રાજનીતિમાં જોડાઈ જઈશ, બીજી તરફ પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં ભળવાની અટકળો પર પૂર્ણ વિરામ મુકાયા બાદ નરેશ પટેલે પણ  કિનારો  કરી ભાજપ તરફે જોક દર્સાવ્યો હોય તેમ આજે ભાજપના નેતાઓ સાથેની તેમની  સફરને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here