દ્વારકા : એસઓજી અને એટીએસ દ્વારા ઓપરેશન, સો કરોડના ડ્રગ્સ સાથે પાકીસ્તાની બોટને આંતરી લેવાઈ

0
599

જામનગર : દેવભૂમિ દ્વારકા એસઓજી અને એટીએસ દ્વારા ગત મોડી રાત્રે કચ્છના અખાતમાં એક પાકિસ્તાની બોટને આંતરી લઇ દોઢસો કરોડના ડ્રગ્સ સાથે આઠ પાકિસ્તાની સખ્સોને પકડી પાડ્યા છે. એટીએસ આ આરોપીઓને કચ્છ  લઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. અંદાજે ૩૦ કિલો અને રૂપિયા દોઢસો કરોડના ડ્રગ્સના રેકેટ પરથી પરદો ઉંચકાતા દેશના સ્થાનિક ગદ્દારોની પણ સંડોવણી ખુલવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

અગાઉ સુરક્ષા એજન્સીએ કરેલ ઓપરેશનની ફાઈલ તસ્વીર..

દેવભૂમિ દ્વારકા જીલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ ચાવડાની ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે અરબી સમુદ્રના રસ્તેથી પાકિસ્તાની બોટ ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ સાથે કચ્છના અખાતમાં પહોચી ચુકી છે. જેને લઈને રાજ્યના ગૃહ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી દરમિયાન આ ઓપરેશનમાં એટીએસને પણ જોડવામાં આવી હતી અને કચ્છના અખાતમાં ઓપરેશન શરુ કરવામાં આવ્યું  હતું. જેમાં આજે મોડી રાત્રે કચ્છના જખૌ નજીકના દરિયામાંથી એક પાકિસ્તાની બોટને આંતરી લેવામાં આવી હતી. આઠ પાકિસ્તાની ખલાસીઓને સાંકળતી આ બોટની તલાસી લેતા તેની અંદરથી આશરે ત્રીસ કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. રૂપિયા દોઢસો કરોડની કિંમતનો આ જથ્થો કબજે કરી એટીએસ બોટ અને આરોપીઓને કચ્ચ લઇ ગઈ હતી જયારે દ્વારકા એસઓજીની ટીમ પરત ફરી હતી. આ કન્સાઈમેન્ટ કોને રવાના કર્યું છે ? ક્યા પહોચાડવાનો હતો ? જેને લઈને જુદી જુદી એજન્સીઓએ તપાસ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here