અધધ..: રાજ્યનું જાહેર દેવું છે 3,20,812 કરોડ રૂપિયા…

0
1532

રાજ્ય પર વર્તમાન સમય સુધીમાં કેટલું દેવું છે ?કોની પાસેથી કેટલી મુદ્દલ? ક્યારે? કેટલા ટકાના વ્યાજદરે લેવામાં આવી છે ? આ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા ચાલુ વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો.જેના જવાબમાં નાણામંત્રીએ જવાબ આપ્યો હતો, જે જવાબ સાંભળીને તમે પણ ચોકી જશો.

પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એ વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન નાણામંત્રી સમક્ષ રાજ્યના બાકી જાહેર દેવા ને લઈને પ્રશ્નો પૂછ્યો હતો તારીખ 31/ 1/ 2023 ની સ્થિતિએ રાજ્યમાં કેટલું દેવું છે? એવા ધારાસભ્ય મોઢવાડિયાના સવાલના જવાબમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2021-22 ના સુધારેલ અંદાજ પ્રમાણે રાજ્ય પર 3,20,812 કરોડ રૂપિયાનું જાહેર દેવું છે.

 આ દેવું કોની પાસેથી ? કેટલી મુદત માટે ? અને ક્યારે લેવામાં આવેલ છે ? તેની પરનો વ્યાજ દર શું છે ? ધારાસભ્યના આ સવાલના જવાબમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે 17,812 કરોડની લોન નાણાકીય સંસ્થાઓ તરફથી મળી છે. આ લોન વર્ષ 2014-15 થી વર્ષ 2021-22ના ગાળા દરમિયાન 2.75% થી માંડી 8.75% સુધીના વ્યાજ દરે, 7 થી 15 વર્ષની મુદતે લેવામાં આવી છે. આ ઉપરાંત 2,64,703 કરોડ રૂપિયાની લોન બજારમાંથી લેવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ 2011-12 થી વર્ષ 2021-22ના ગાળા દરમિયાન 6.68% થી 9.75% સુધીના વ્યાજ દરે, 4 થી 15 વર્ષની મુદતે આ લોન લેવામાં આવી છે.

 રૂપિયા 28,497 કરોડની રકમ વર્ષ 2002-03 થી 2015-16ના ગાળા દરમિયાન, 9.50% થી માંડી 10.50% ના વ્યાજ દરે 10 થી 25 વર્ષની મુદતે લેવામાં આવી છે આ ઉપરાંત 9,799 કરોડ રૂપિયા કેન્દ્રનું દેવું છે. જે વર્ષ 1996-97 થી વર્ષ 2021-22 સુધીના ગાળા દરમિયાન ઝીરો ટકાથી 13 ટકાના દરે લોન લેવામાં આવી છે. જેની મુદત બે થી 50 વર્ષની હોવાનો ઉલ્લેખ નાણાપ્રધાને કર્યો હતો.

આ ઉપરાંત અંતિમ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષ વાર કુલ કેટલા વ્યાજની અને મુદ્દલની ચુકવણી કરવામાં આવી છે ?   ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના ઉપર્યુક્ત સવાલના જવાબમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે વર્ષ 2020-21ના ગાળા દરમિયાન રાજ્ય સરકારે ₹22,023 કરોડ રૂપિયા વ્યાજ અને ₹ 17,920 કરોડ રૂપિયા મુદ્દલ સ્વરૂપે ચૂકવવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ષ 21-22ના સુધારેલા અંદાજ મુજબ ₹23,063 કરોડ રૂપિયા વ્યાજ અને ₹24,454 કરોડની મુદ્દલ રકમ ચૂકવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here