જામનગર : રાત્રે બે તાલુકામાં સવા ઇંચથી પોણા બે ઇંચ વરસાદ

0
623

જામનગર : જામનગર જીલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદે લીધેલ સાપ્તાહિક વિરામ બાદ આજ રાતથી ફરી નવો રાઉન્ડ શરુ થયો છે. આજે મોડી રાત્રે જામનગર જીલ્લામાં ફરી વાદળો બંધાયા હતા. જો કે જીલ્લાના મોટાભાગના તાલુકાઓમાં આ વાદળો વિખેરાઈ ગયા હતા. પરંતુ બે તાલુકામાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે. રાત્રીના બારથી વહેલી સવાર ચાર વાગ્યા સુધીમાં જામજોધપુરમાં ૩૩ મીમી વરસાદ પડી ગયો છે. જે મોસમના વરસાદમાં ૫.૫ ટકાનો વધારો સૂચવે છે. જામજોધપુરમાં મોશમમો ૨૮ વરસાદ પડી ચુક્યો છે. જયારે ગત રાત્રે સુધી વધુ વરસાદ લાલપુર તાલુકા મથકે નોંધાયો હતો. જેમાં બારથી બે વાગ્યા સુધીના ગાળામાં ૭ મીમી, અને બે થી ચાર વાગ્યા સુધીના ગાળામાં ૨૬ મીમી વરસાદ અને ચાર થી છ વાગ્યા સુધીના ગાળામાં વધુ છ મીમી વરસાદ વરસતા રાતનો ટોટલ વરસાદ પોણા બે ઇંચ થયો હતો. આ બંને તાલુકાઓ ઉપરાંત જામનગરમાં ઝાપટા પડ્યા હતા. જામનગર કન્ટ્રોલ રૂમ પર એક મીમી વરસાદ નોંધાયો છે. સવારથી જ વાતાવરણમાં બફારો હોવાથી અને હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ આગામી બે-ત્ર દિવસમાં વધુ વરસાદની આશા બંધાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here