મહામારી અપડેટ : મૃત્યુદર યથાવત, નવા દર્દીઓમાં ઘટાડો, હવે મ્યુકોરમાઇકોસીસ ઉપાધિ બન્યો

0
465

જામનગર અપડેટ : જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ મામલે થોડી રાહત જોવા મળી હતી, અને મૃત્યુ ના દરમાં ઘટાડો નોંધાયો હતો, પરંતું બે દિવસ થી મૃત્યુ નો દર યથાવત રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ની સારવાર લઈ રહેલા ૨૪ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે કોરોના ના કેસ મામલે સતત ૧૭માં દિવસે પણ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા બમણી છે. જામનગર શહેરના ૮૨ અને ગ્રામ્યના ૫૨ સહિત ૧૩૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે જામનગર શહેરના ૨૩૮ અને ગ્રામ્યના ૨૦૪ મળી એકીસાથે ૪૪૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાનો પ્રકોપ ગતિએ ઘટી રહ્યો છે. પરંતુ નવી મહામારી મ્યુકોરમાઇકોસિસ આગળ વધતા વધુ બે દર્દીઓના મૃત્યુ થયા છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૨૦ થી ૩૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતા, જેમા બ્રેક લાગી છે.દર કલાકે ૧ દર્દી નું મૃત્યુ થાય છે.
જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૬.૫૨ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૨૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૪,૩૩૭ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૮૨ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૧,૪૯૫ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૫૨ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૧,૯૫૦ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૪,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૪,૭૧૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર યથાવત રહ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૪,૩૩૭ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૨૩૮ અને ગ્રામ્યના ૨૦૪ મળી ૪૪૨ દર્દીઓને રજા આપવામાં આવી છે.
જ્યારે પોસ્ટ કોવિડ બાદ મ્યુકોરમાયકોસીસની બીમારીના દર્દીઓમાં ઉતરોતર વધારો નોંધાતા નવી ચિંતા સર્જી છે. આજે વધુ બે દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે હાલ 119 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here